ભારતની સૌથી મોટી તાકાત ડીબેટ અને પડકાર છે. નવા વિચારો તેમાંથી ઉદ્ભવે છે. જો આપણે તેને મજબૂત બનાવીશું તો આપણે એપલ અને ટેસ્લા જેવી પ્રોડક્ટ્સ જાતે બનાવી શકીશું. પૂર્વ આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજને ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાત કહી. તેઓ પોતાના પુસ્તક ‘બ્રેકિંગ ધ મોલ્ડ’ને લઈ ચર્ચામાં છે. આ પુસ્તક ભારતના અર્થતંત્રના ભવિષ્ય વિશે છે. જ્યારે પૂછવામાં આવ્યું કે આ સમયે જ પુસ્તક શા માટે? તેમણે કહ્યુ, ‘આપણું અર્થતંત્ર એક એવા સ્થળે આવીને ઊભું છે, જ્યાથી ભવિષ્યનો માર્ગ નક્કી કરશે.
અત્યારે ભારતની ઇકોનોમીની ગતિ 6થી 7% વચ્ચે છે. આટલી ધીમી ગતિથી આપણે 2047 સુધી વિકસિત રાષ્ટ્ર નહીં બનાની શકીએ. આ ગતિથી ભારત માત્ર મધ્યમ આવકવાળો દેશ બનીને રહી જશે. જોકે હજુ પણ મોડું નથી થયું. ટ્રાન્સફોર્મેશનનો એક માત્ર રસ્તો એજ્યુકેશન છે. સ્કૂલ અને યુનિવર્સિટી ‘ફ્યૂચરની ફેક્ટરી’ છે. વિકસિત થવા માટે ઉત્પાદનની ઝડપ વધારવી પડશે. યુવાનોને મજબૂત કરવા પડશે. જો આજે દેશના દરેક નાગરિકમાં આઈઆઈટી-આઈઆઈએમમાંથી બહાર નીકળતા યુવાનોમાં જે ક્ષમતા છે તે હોત તો આપણે વિકસિત રાષ્ટ્ર હોત.
ભારતની સૌથી મોટી તાકાત છે તેનું લોકતંત્ર, ફ્રી સ્પીચ અને ડીબેટ. નવા આઇડિયા પડકારો અને ડીબેટથી આવે છે. ગૂગલ આ જ રીતે ડીબેટથી મળ્યું છે.