Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

શનિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ ઈલોન મસ્ક વિરુદ્ધ તમામ 50 રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. આ વિરોધ પ્રદર્શનોમાં લાખો લોકોએ ભાગ લીધો હતો. સીએનએનના અહેવાલ મુજબ, દેશભરમાં 1400થી વધુ રેલીઓ યોજાઈ છે.


આ વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેવા માટે 6 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પ્રદર્શનકારીઓ નોકરીમાં કાપ, અર્થતંત્ર અને માનવ અધિકારો જેવા મુદ્દાઓ પર સરકારના નિર્ણયોનો વિરોધ કરી રહ્યા છે.

આ વિરોધ પ્રદર્શનને હેન્ડ્સ ઓફ નામ આપવામાં આવ્યું છે. હેન્ડ્સ ઓફનો અર્થ થાય છે- 'અમારા અધિકારોથી દૂર રહો.' આ નારાનો હેતુ એ બતાવવાનો છે કે વિરોધીઓ ઇચ્છતા નથી કે કોઈ તેમના અધિકારો પર નિયંત્રણ રાખે.

આ વિરોધ પ્રદર્શનમાં 150થી વધુ સંગઠનોએ ભાગ લીધો હતો. આમાં નાગરિક અધિકાર સંગઠનો, મજૂર સંગઠનો, LGBTQ+ વોલંટિયર્સ નિવૃત્ત સૈનિકો અને ચૂંટણી કાર્યકરોનો સામેલ હતા.