ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાય 30 જૂને નિવૃત્ત થઈ રહ્યા છે. તેમની જગ્યાએ નવા ડીજીપી તરીકે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક તેમજ જેલોના વડા ડૉ.કે.એલ.એન.રાવ બેમાંથી એકને બનાવાય તેવી શક્યતા છે. જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કે.ટી.કામરિયા 31 મે એ નિવૃત્ત થઈ રહ્યા છે. જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જ ડીઆઈજી અથવા તો અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં અધિક પોલીસ કમિશનર તરીકે મુકવામાં આવે તેવી શકયતા છે.
સાફ છબી હોવાથી વિકાસ સહાયને સરકાર 6 મહિનાનું એક્સટેન્શન આપી શકે તેવી ચર્ચા છે. જ્યારે વિકાસ સહાયની નિવૃત્તિ બાદ ગુજરાતના નવા ડીજીપીની રેસમાં 2 સિનિયર અધિકારીના નામ છે. જ્યારે ગુજરાતમાં દારૂ - જુગાર તેમજ અન્ય ગેર કાયદેસર પ્રવૃત્તિઓ ડામવાની જવાબદારી સ્ટેટ મોનિટરિંગ સેલના શીરે છે. તેમાં પણ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કે.ટી.કામરિયા અને ડીઆઈજી નિર્લિપ્ત રાય પણ સાફ છબી ધરાવે છે. જેના કારણે છેલ્લા 3 વર્ષથી સ્ટેટ મોનિટરિંગ સેલની કમાન્ડ આ બંને અધિકારીના હાથમાં જ છે. જો કે વય મર્યાદાના કારણે કે.ટી.કામરિય 31 મે એ નિવૃત્ત થઈ રહ્યા છે અને ડીઆઈજી નિર્લિપ્ત રાયને પણ રાજકોટ રેન્જ અથવા તો અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં અધિક પોલીસ કમિશનર તરીકે પોસ્ટિંગ મળી શકે તેવી ચર્ચા છે.
વિકાસ સહાય, નિર્લિપ્ત રાય અને કે.ટી.કામરિયા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલની કમાન્ડ હવે કોના હાથમાં રહેશે. તેને લઈને ગુજરાત પોલીસ બેડામાં જાત ભાતની ચર્ચાઓ ચાલી રહી છે.