Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશમાં પેમેન્ટ માટે ડિજિટલ માધ્યમના સતત વધતા ઉપયોગને પરિણામે વર્ષ 2030 સુધીમાં રિટેલ ડિજિટલ પેમેન્ટ વધીને $7 ટ્રિલિયન પર પહોંચવાનો અંદાજ કર્ને એન્ડ એમેઝોન પેના એક અભ્યાસમાં વ્યક્ત કરવામાં આવ્યો છે. તેના રિપોર્ટમાં કર્ને-એમેઝોને પેએ જણાવ્યું હતું કે ઓનલાઇન ખરીદી માટે ડિજિટલ પેમેન્ટના વ્યાપક ઉપયોગને કારણે ગ્રાહકોના વલણમાં કાયમી ફેરફાર થયો છે.


સરવેમાં સામેલ 90% લોકોએ ઓનલાઇન ખરીદી માટે ડિજિટલ પેમેન્ટ પર પસંદગી ઉતારી હતી ત્યારે તેમાં 80%થી વધુ ટ્રાન્ઝેક્શન્સ સાથે ધનિક ગ્રાહકો ડિજિટલ પેમેન્ટના ઉપયોગમાં સૌથી અવ્વલ રહ્યા હતા. તમામ પ્રકારના ડિજિટલ પેમેન્ટ સાધનોને અપનાવવામાં મિલેનિયલ્સ અને જેન એક્સ પણ મોખરે રહ્યા છે. પુરુષો અને સ્ત્રીઓ તેમના 72% વ્યવહારમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરે છે જે લિંગ સમાનતા દર્શાવે છે.દેશમાં ઇ-કોમર્સમાં પણ વૃદ્ધિ જોવા મળી છે જેનું માર્કેટ મુલ્ય વર્ષ 2022માં $75 અબજથી $80 અબજની આસપાસ હતું અને તે વર્ષ 2030માં સુધીમાં 21% CAGRથી વધશે.દેશની ડિજિટલ સફરમાં, છેલ્લા પાંચ વર્ષ દરમિયાન રિટેલ ડિજિટલ પેમેન્ટ નાણાકીય વર્ષ 2018ના $300 અબજથી વધીને 2024 દરમિયાન $3.6 ટ્રિલિયન પર પહોંચ્યું છે.