જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં ભૂસ્ખલન બાદ અનેક વાહનો ફસાયા છે જેમાં ગુજરાતની એક બસ ફસાઈ ગઈ છે. જે ગાંધીનગરથી 30 અને પાલનપુરથી 20 મુસાફરોને લઈને નીકળી હતી. બસના મુસાફરો શ્રીનગરથી પરત ફરી રહ્યા હતા ત્યારે ખરાબ હવામાનના કારણે બસ રામબન જિલ્લામાં અટવાઈ ગઈ છે.
બનાસકાંઠાના કલેક્ટર દ્વારા રામબનના કલેક્ટર અને બસમાં હાજર કેતન નામના મુસાફર સાથે સીધી વાતચીત કરવામાં આવી છે. રામબન જિલ્લા પ્રશાસનની ટીમ બચાવ કામગીરી માટે સ્થળ પર પહોંચી રહી છે. તમામ મુસાફરો સુરક્ષિત છે, અને હાલ બસ ફક્ત ખરાબ હવામાનના કારણે અટવાઈ છે.
આ બાબતે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ત્યાંના IAS અધિકારી સાથે વાત કરી. અધિકારીએ જણાવ્યું કે ચિંતા જેવી વાત નથી. આર્મી અને પોલીસની ટીમને મોકલી દેવામાં આવી છે અને તેમને જરૂરી સામગ્રી પણ પૂરી પાડવામાં આવશે. સાથે જ તેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવશે.