કર્ણાટકના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક (DGP) ઓમ પ્રકાશની હત્યા કેસમાં પોલીસે પત્ની પલ્લવીની ધરપકડ કરી છે. જે બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી, જ્યાંથી તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટના સમયે ઓમ પ્રકાશ જમી રહ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયો. વાત એટલી વધી ગઈ કે તેની પત્નીએ તેની હત્યા કરી દીધી. પલ્લવીએ પહેલા ઓમ પ્રકાશ પર મરચાનો પાવડર ફેંક્યો અને જ્યારે ડીજીપી બળતરાથી રાહત મેળવતા પહેલા આમતેમ દોડી રહ્યા હતા, ત્યારે પલ્લવીએ તેમના ગળા, પેટ અને છાતી પર 10-12 વાર છરીના ઘા કર્યા. આ ઘટના દરમિયાન પુત્રી કૃતિ પણ ત્યાં હાજર હતી.
શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે હત્યા પછી, ભૂતપૂર્વ ડીજીપીની પત્નીએ બીજા આઈપીએસ અધિકારીની પત્નીને સંદેશ મોકલ્યો - 'એક રાક્ષસ માર્યો ગયો છે'. બાદમાં પલ્લવીએ તેને ફોન કરીને કહ્યું કે તેણે ઓમ પ્રકાશની હત્યા કરી છે. આ પછી IPS અધિકારીએ પોતે પોલીસને જાણ કરી.