Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટની સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્ર તેમજ કચ્છની સૌથી મહત્વની સરકારી હોસ્પિટલ છે. અહીં આપવામાં આવતી નિઃશુલ્ક સારવાર ગરીબ તેમજ મધ્યમ વર્ગનાં અનેક લોકોનાં રૂપિયાની સાથે જીવ બચાવતી હોય છે. ત્યારે આવો જ એક વધુ કિસ્સો સામે આવ્યો છે. જેમાં થાનગઢમાં રહેતા એક 8 વર્ષનાં બાળકને રમતા રમતા પડી જવાથી કોણીના આગળના ભાગે કાંચ ઘુસી ગયો હતો. જેને લઈને હાથની ધમની, શિરાઓ અને સ્નાયુ કપાઇ જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્લાસ્ટિક સર્જરી વિભાગનાં તબીબો દ્વારા જટિલ ઓપરેશન 4 કલાક બાદ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતી. અને બાળકનાં હાથનો ભાગ કપાતા બચાવી માસૂમને નવજીવન આપ્યું હતું.

પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લાનાં થાનગઢમાં રહેતા દીપકભાઈ ખાનીયાનો 8 વર્ષનો પુત્ર ધ્રુવરાજ ગત 18 જાન્યુઆરીએ તેના ઘરે ફળિયામાં રમતા રમતા પડી ગયો હતો. હાથના વચ્ચેના ભાગે કાંચ ઘુસી જતા લોહી લુહાણ હાલતમાં તેને સૌપ્રથમ થાનગઢ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપીને ઈમર્જન્સીમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ઇમરજન્સી વિભાગમાં જરૂરી તપાસ કરી કેસ પ્લાસ્ટિક સર્જરી વિભાગનો હોય પીએમએસએસવાય બ્લોકમાં આવેલા પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં મોકલવામાં આવ્યો હતો.