જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં 27 પ્રવાસીઓના મોત થયા છે. પુલવામા પછી, આ અત્યાર સુધીનો સૌથી મોટો આતંકવાદી હુમલો માનવામાં આવી રહ્યો છે
મંગળવારે બપોરે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં બે વિદેશી પ્રવાસીઓ સહિત 27થી વધુ લોકો માર્યા ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકવાદીઓએ પહેલા ટુરિસ્ટના નામ પૂછ્યા, પછી ગોળીબાર કરીને ભાગી ગયા. લશ્કર-એ-તૈયબાએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.