Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ રિલાયન્સ જૂથ સાથે સંબંધિત સરકાર, રાજકારણ અને કાયદાકીય બાબતોને લગતી તમામ બાબતોની જવાબદારી અનંત અંબાણીને સોંપી દીધાના અહેવાલ છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે, દેશના બીજા નંબરના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ઓક્ટોબરમાં તેમના પુત્ર અનંત અંબાણીને 7, લોક કલ્યાણ માર્ગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસ સ્થાને લઈ ગયા હતા.


એ બેઠક પછી કેટલાકે અનુમાન કર્યું હતું કે, દેશના સૌથી અગ્રણી કોર્પોરેટ જૂથમાંના એક રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ઉચ્ચ સ્તરે કોઈ મોટા ફેરફાર થઇ રહ્યા છે. હવે અહેવાલ છે કે, મુકેશ અંબાણીએ રિલાયન્સ સાથે સંબંધિત સરકાર, રાજકારણ અને કાયદાકીય બાબતોની જવાબદારી અનંત અંબાણીને સોંપી દીધી છે.

હાલ 27 વર્ષીય અનંત અંબાણી વિવિધ મુખ્યમંત્રીઓ સાથે પણ મુલાકાત કરી રહ્યા છે. એવું કહેવાય છે કે, તેમણે દેશના અનેક મુખ્યમંત્રી સાથે સારા સંબંધ કેળવી લીધા છે, જેમાં મુખ્યત્વે ભાજપશાસિત રાજ્યો છે.

વિશ્વસનીય સૂત્રોના મતે, અનંત અંબાણીની વડાપ્રધાન મોદી સાથેની અડધા કલાકની મુલાકાતનું મુખ્ય ફોકસ મુંબઈ સ્થિત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મથકનું સુકાન બદલાઈ રહ્યું છે તે હતું. હવે અનંત અંબાણી ઓઈલ બિઝનેસ સંભાળશે, જ્યારે આકાશ અંબાણી અને ઈશા અંબાણી રિલાયન્સના ડિજિટલ, ટેલિકોમ, રિટેલ સહિતના બિઝનેસ પર ફોકસ કરશે. આ ઉપરાંત તેઓ માર્કેટિંગ અને બ્રાન્ડ બિલ્ડિંગ પણ સંભાળશે. બીજી તરફ, અનંત અંબાણીને ગયા વર્ષે જ રિલાયન્સના ક્લિન એનર્જી કંપનીના બોર્ડમાં સામેલ કરાયા હતા.

સૂત્રોના મતે, રિલાયન્સ જૂથના ટ્રબલશૂટર અને રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણી પણ તેમની જવાબદારીઓ પુત્ર ધનરાજ નથવાણીને સોંપવા જઈ રહ્યા છે. હવે દિલ્હીમાં કોર્પોરેટ અફેર્સનું કામ ધનરાજ નથવાણી સંભાળશે, જે અત્યાર સુધી રિલાયન્સની ગુજરાત સંબંધિત બાબતો સંભાળતા. ધનરાજ નથવાણીના લગ્ન અમદાવાદ સ્થિત ઉદ્યોગપતિ રાજેશ ખાંડવાલાની પુત્રી સાથે થયા છે. ખાંડવાલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે પણ નાણાકીય સંબંધ ધરાવે છે.