Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટની જિલ્લા ગ્રાહક તકરાર નિવારણે વિશ્વની જાણીતી કંપની સામે ગ્રાહકની તરફેણમાં ચુકાદો આપ્યો છે. રાજકોટના ઉદ્યોગપતિ હિમાંશુભાઇ બામરોલિયાએ 2022ના જાન્યુઆરી મહિનામાં મલ્ટિનેશનલ કંપની એપલના રૂ.20 હજારની કિંમતના એરપોડ્સ ખરીદ કર્યા હતા. મોંઘા એરપોડ્સ ખરીદ કર્યાના બે મહિનામાં તે ચાર્જ થતા ન હોય જ્યાંથી ખરીદ કર્યા હતા ત્યાંના સર્વિસ સેન્ટરમાં રિપેરિંગ માટે મોકલ્યા હતા.


દસ દિવસ સર્વિસ સેન્ટરમાં એરપોડ્સ રાખ્યા બાદ પરત પોતાને આપતા 10 જ દિવસમાં ફરી તે જ પ્રશ્ન ઉપસ્થિત થતા કંપનીમાં જઇ એરપોડ્સ રિપ્લેસ કરી આપવાની વાત કરી હતી, પરંતુ સર્વિસ સેન્ટર દ્વારા રિપ્લેસ કરી આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ મુદ્દે એપલ કંપનીમાં બે મહિના સુધી મેલ, ચેટ તેમજ ફોન દ્વારા આ બાબતે જાણ કરવા છતાં પોતાને યોગ્ય પ્રત્યુત્તર મળ્યો ન હતો. જેથી ન્યાય માટે રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમાબેન માવાણી મારફતે રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણમાં એપલ કંપનીના ડીલર અને સર્વિસ સેન્ટર સામે ફરિયાદ કરી દાદ માંગી હતી.