Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

લોધિકા પંથકના એક ગામમાં રહેતા મધ્યપ્રદેશના વતની પરિવારની 16 વર્ષની પુત્રીએ હોસ્પિટલમાં મૃત બાળકને જન્મ આપ્યો હતો. સગીરા પર તેનો સગો બનેવી દુષ્કર્મ આચરતો હતો. પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. બનાવ અંગે ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મુજબ, લોધિકા પંથકના એક ગામમાં પરિવાર સાથે રહેતી અને ખેતમજૂરી કરતી મધ્યપ્રદેશની વતની 16 વર્ષની સગીરાને મંગળવારે પેટમાં દુખાવો ઉપડતાં તેને રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સગીરાને સાત માસનો ગર્ભ હોવાનું નિદાન થયું હતું અને પ્રસૂતિ થતાં સગીરાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો.


સગીરા પર કુંવારી માતા બનતા અને તેણે મૃત બાળકને જન્મ આપ્યાની જાણ કરાતાં લોધિકા પોલીસની ટીમ દોડી આવી હતી. પોલીસે પૂછપરછ કરતાં સગીરાએ કહ્યું હતું કે, પોતે જે ગામમાં રહે છે અને ખેતીકામ કરે છે તેના નજીકના જ ખેતરમાં તેનો બનેવી પણ રહે છે અને બનેવીએ તેની સાથે શરીરસંબંધ બાંધ્યા હતા જેથી સગીરા સગર્ભા બની હતી. સગીરનો બનેવી એક મહિનાથી વતન જતો રહ્યો છે. પોલીસે સગીરાના પિતાની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.