સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. સ્મોલ, મિડ કેપ શેરોમાં બે તરફી અફડાતફડી સાથે ફોરેન ફંડોએ અન્ય ફ્રન્ટલાઈન શેરોમાં આરંભિક આંચકા આપીને છેલ્લે શોર્ટ કવરિંગ કરી ઈન્ડેક્સ બેઝડ સાધારણ નરમાઈ બતાવી હતી. વૈશ્વિક સ્તરે અમેરિકાના ભારત પર ક્રુડ ઓઈલની ખરીદીનું દબાણ વધારતી તાજેતરની બન્ને દેશો વચ્ચેની ડિલ અને બીજી તરફ ઓપેક દેશો દ્વારા એપ્રિલ પૂર્વે ક્રુડ ઓઈલના ઉત્પાદનમાં વધારો નહીં કરવાના નિર્ણય અને એપ્રિલથી અમેરિકા દ્વારા રેસિપ્રોકલ ટેરિફ લાદવાના નેગેટીવ પરિબળોએ આજે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેરબજારમાં પણ દરેક ઉછાળે સાવચેતીનો માહોલ જોવા મળ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ડોલર ઈન્ડેક્સમાં નજીવો સુધારો જોવા મળતાં રૂપિયો ફરી પાછો ઘટ્યો હતો, જયારે વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા પછી ફરી ઘટતાં જોવાયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 1.30% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 2.41% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફોકસ્ડ આઈટી, ટેક, આઈટી અને હેલ્થકેર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4074 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1147 અને વધનારની સંખ્યા 2810 રહી હતી, 117 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 4 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 12 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઝોમેટો લિ. 4.86%, લાર્સેન લી. 1.77%, એકસિસ બેન્ક 1.77%, આઈસીઆઈસીઆઈ બેન્ક 1.50%, ઇન્ડસઇન્ડ બેન્ક 1.15%, કોટક બેન્ક 1.09%, એનટીપીસી 1.06%, ટાટા સ્ટીલ 1.00% અને આઈટીસી લી. 0.32% વધ્યા હતા, જયારે ટીસીએસ લી. 2.28%, ઇન્ફોસિસ લી. 2.20%, હિન્દુસ્તાન યૂનિલિવર 1.98%, સન ફાર્મા 1.38%, ભારતી એરટેલ 1.35%, પાવર ગ્રીડ કોર્પોરેશન 1.35%, એચસીએલ ટેકનોલોજી 1.03%, મહિન્દ્રા & મહિન્દ્રા 1.02% અને ટેક મહિન્દ્ર 1.01% ઘટ્યા હતા.