Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વેરાવળ તાલુકાના ઉકડીયા ગામે વાડી વિસ્તારમાં મકાનના ફળિયામાં રમી રહેલા ચાર વર્ષના બાળક પર દીપડએ હુમલો કરી ઉઠાવી ગયો હતો. બાદમાં ગ્રામજનોની એક કલાકાની જહેમત બાદ બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં આવ્યું હતું. જોકે સારવાર મળે તે પૂર્વે જ બાળકે દમ તોડી દીધો હતો.

આ ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર વેરાવળ તાલુકાના ઉકડીયા ગામે વાડી વિસ્તારમાં રહેતા ઉમેદભાઈ પીઠીયાનો ચાર વર્ષનો પુત્ર અક્ષય સમી સાંજે મકાનના ફળિયામાં રમતો હતો. ત્યારે સાંજના સાતેક વાગ્યાના સુમારે અચાનક દીપડો આવી ચડ્યો હતો અને બાળકને ઉઠાવી નાસી છૂટ્યો હતો.

આ સમયે બાળકના દાદીમાં જોઈ જતા દેકારો કર્યો હતો અને ગ્રામજનો એકઠાં થઈ જતા બાળકની શોધખોળ આદરી હતી. અંદાજે એકાદ કલાકની જહેમત બાદ બાળક નજીકના વોકળા વિસ્તારમાં બોરડીની જાળીમાં ઇજાગ્રસ્ત સ્થિતિમાં મળી આવ્યો હતો. જેને તાત્કાલિક સારવાર અર્થે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પૂર્વે રસ્તામાં જ બાળકે દમ તોડી દીધો હતો અને વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો.