પેરુમાં રનવે પર ફાયર વિભાગની એક ટ્રક વિમાન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે ટક્કર બાદ મુસાફરોથી ભરેલા પ્લેનમાં આગ લાગી ગઈ હતી. સદનસીબે, વિમાનમાં સવાર તમામ 102 મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. આ ભયાનક દુર્ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
આ અકસ્માત પેરુના જોર્જ ચાવેઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થયો હતો. LATAM એરલાઈન્સની ફ્લાઈટ અહીંથી ટેકઓફ કરી રહી હતી. ત્યારબાદ રનવે પર સામેથી આવી રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. ફ્લાઇટમાં 102 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર હતા. તેમાંથી કોઈને ઈજા થઈ નથી. જોકે ટ્રકમાં સવાર 2 ફાયર ફાઈટરના મોત થયા હતા.
એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું - દુર્ઘટના બાદ એરપોર્ટની તમામ કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે. આ અકસ્માતમાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી. તાત્કાલિક કાર્યવાહી કરીને અમે તમામ મુસાફરોને સલામત સ્થળે પહોંચાડ્યા છે.