વૈશ્વિક સ્તરે 2022નું વર્ષ મોંઘવારી, વ્યાજ વધારો અને જિયો પોલિટિકલ ઇશ્યુઓના કારણે ઇક્વિટી માર્કેટમાં વોલેટાલિટી જોવા મળી હતી. વૈશ્વિક સ્તરે સતત વધી રહેલી અનિશ્ચિતત્તાના માહોલમાં ભારતીય અર્થતંત્રમાં સ્થિરતા સાથે પોઝિટીવ ગ્રોથ જોવા મળી રહ્યો છે જે ચાલુ વર્ષે પણ મજબૂતી જાળવી રાખે તેવો અંદાજ છે.
મ્યુચ્યુઅલ ફંડ્સમાં એસઆઇપી, લમસમમાં રોકાણઅર્થે અત્યારનો સમય ઉત્તમ છે તેવો નિર્દેશ તાતા મ્યૂચ્યુઅલ ફંડના ફંડ મેનેજર તેજસ ગુટકાએ દર્શાવ્યો હતો. વધુમાં મ્યૂચ્યુઅલ ફંડ સેગમેન્ટમાં છેલ્લા એકાદ વર્ષથી એસઆઇપીમાં દર મહિને 13000 કરોડ આસપાસનો ઇનફ્લો જળવાઇ રહ્યો છે અને ઇન્ડસ્ટ્રીઝની કુલ એયુએમ 40 લાખ કરોડ પહોંચી છે જે ચાલુ વર્ષાન્તમાં પણ ડબલ ડિજિટમાં જળવાઇ રહે તેવી સંભાવના છે.