ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ગગનયાન મિશન માટે ડ્રોગ પેરાશૂટનું સફળ પરીક્ષણ કર્યું છે. આ પેરાશૂટ અવકાશયાત્રીઓના સુરક્ષિત ઉતરાણમાં મદદ કરશે.
આ ક્રૂ મોડ્યુલની ઝડપ ઘટાડશે, તેમજ તેને સ્થિર રાખશે. શનિવારે ઈસરોએ એક વીડિયો જાહેર કરીને તેની જાણકારી આપી હતી.
ISROએ કહ્યું કે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) એ 8 થી 10 ઓગસ્ટ દરમિયાન ચંદીગઢની ટર્મિનલ બેલિસ્ટિક રિસર્ચ લેબોરેટરીના રેલ ટ્રેક્ડ રોકેટ સ્લેજ (RTRS) પર ડ્રોગ પેરાશૂટનું સફળ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ DRDO અને એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADRDE) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.
પાયરો આધારિત ડિવાઈસ સાથે ડ્રોગ પેરાશૂટ કમાન્ડ આપવા પર બહાર આવે છે. આ પેરાશૂટ શંકુ આકારનું છે. તેમનો વ્યાસ 5.8 મીટર છે. આ સિંગલ સ્ટેજ રિફિલિંગ મિકેનિઝમ ધરાવે છે. આ તેનો કૈનોપી વિસ્તાર ઘટાડે છે. આ સાથે તેના ખુલવાથી લાગતો ઝટકો પણ ઓછો થાય છે. બાદમાં તે ખૂબ જ ધીરે ધીરે નીચે આવે છે.