પાકિસ્તાન ભારતને અસ્તિત્વ માટેનો ખતરો માને છે, પરંતુ ભારત ચીનને પોતાનો "મુખ્ય વિરોધી" અને પાકિસ્તાનને "સહાયક સુરક્ષા સમસ્યા" માને છે. યુએસ ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીએ 2025 માટેના તેના ગ્લોબલ થ્રેટ એસેસમેન્ટ રિપોર્ટમાં આ વાત કહી છે.
રિપોર્ટમાં આગાહી કરવામાં આવી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંરક્ષણ પ્રાથમિકતાઓ ભારતને વૈશ્વિક નેતા તરીકે રજૂ કરવા, ચીનનો સામનો કરવા અને નવી દિલ્હીની લશ્કરી શક્તિ વધારવા પર કેન્દ્રિત હશે. "મે મહિનાના મધ્યમાં ભારત અને પાકિસ્તાની દળો વચ્ચે સરહદ પારથી થયેલી અથડામણ છતાં, ભારત ચીનને પોતાનો મુખ્ય શત્રુ અને પાકિસ્તાનને ગૌણ સુરક્ષા ખતરો માને છે". ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સી યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ હેઠળ આવે છે અને લશ્કરી ગુપ્તચરમાં નિષ્ણાત છે.
ભારત-પાકિસ્તાન પર રિપોર્ટ આ રિપોર્ટમાં આ મહિને ભારત-પાકિસ્તાન સંઘર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જ્યારે ભારતીય હવાઈ હુમલાઓએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી માળખાને નિશાન બનાવ્યું હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું, "એપ્રિલના અંતમાં જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, નવી દિલ્હીએ પાકિસ્તાનમાં આતંકવાદ સંબંધિત માળખા પર મિસાઇલ હુમલા શરૂ કર્યા. મિસાઇલ હુમલાઓને કારણે 7થી 10 મે દરમિયાન બંને સેનાઓ દ્વારા અનેક રાઉન્ડ મિસાઇલ, ડ્રોન અને ભારે તોપમારો કરવામાં આવ્યો. 10 મે સુધીમાં, બંને સેનાઓ સંપૂર્ણ યુદ્ધવિરામ માટે સંમત થઈ ગઈ હતી.