Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મેષ

Strenght

આજનો દિવસ હિંમત, સંયમ અને આત્મબળથી ભરેલો રહેશે. પરિવારમાં તમારી દૃઢતા અને સચ્ચાઈથી સૌ પ્રભાવિત થશે. વડીલોના આશીર્વાદથી મુશ્કેલ કાર્યો સરળ બનશે. ગૃહિણીઓને પરિવારમાં નિર્ણય લેવાની તક મળશે. આર્થિક સ્થિતિ સંતુલિત રહેશે, પરંતુ ખર્ચ પર નિયંત્રણ જરૂરી છે. કોઈ નજીકના વ્યક્તિ સાથેના મતભેદ દૂર થશે. ઘરનું વાતાવરણ શાંત રહેશે, પણ તમારી જવાબદારીઓ વધી શકે છે. સંતાનો તરફથી ગૌરવની ક્ષણ મળશે. આજે તમે પરિસ્થિતિ પર નિયંત્રણ રાખીને અન્યો માટે પ્રેરણા બનશો.

કરિયર: કાર્યસ્થળ પર તમારી દૃઢ ઈચ્છાશક્તિ સફળતાનો માર્ગ ખોલશે. મેનેજમેન્ટ ક્ષેત્રના લોકોને નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે. મેડિકલ કે ટેક્નિકલ પ્રોફેશનમાં મુશ્કેલ કેસ કે પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂરો થશે. ફ્રીલાન્સરને જટિલ ક્લાયન્ટ સાથે સમાધાન થવાનો યોગ છે. તમે તમારા કાર્યમાં ધીરજ અને તર્કનું અદ્ભુત સંતુલન બતાવશો. સન્માન અને સ્થિરતા બંને પ્રાપ્ત થશે.

લવ: પ્રેમ જીવનમાં ગહનતાનો સમય છે. સાથીની ભાવનાઓને સમજવાથી સંબંધ મજબૂત થશે. સિંગલ વ્યક્તિને કોઈ સાહસી અને આત્મવિશ્વાસુ વ્યક્તિ પ્રત્યે આકર્ષણ અનુભવાશે. પરિણીત યુગલો વચ્ચે ભાવનાત્મક ટેકો વધશે. કોઈ જૂની મતભેદ શાંતિથી ઉકેલવાની તક મળશે. સંબંધોમાં નિયંત્રણ અને સચ્ચાઈ જાળવી રાખો. દિવસ પ્રેમમાં આત્મવિશ્વાસ અને સંયમનું સંતુલન દર્શાવે છે.

સ્વાસ્થ્ય: પીઠ કે ખભામાં હળવો દુખાવો અનુભવાઈ શકે છે, સ્ટ્રેચિંગ મદદ કરશે. બ્લડ પ્રેશર કે તણાવ સંબંધિત સમસ્યાવાળાઓને સાવધાની રાખવી પડશે. તાજી હવા અને ધ્યાન માનસિક શાંતિ આપશે. પાચન પ્રણાલી ઠીક રહેશે, બસ અનિયમિત ખાવા-પીવાથી બચો.

લકી કલર: લાલ

લકી નંબર: 9

***

વૃષભ

Four of Wands

આજનો દિવસ ઉત્સવ, સફળતા અને એકતાનો છે. પરિવારમાં ખુશીની લહેર દોડશે. કોઈ શુભ કાર્ય કે સમારોહનું આયોજન શક્ય છે. વડીલોના આશીર્વાદ અને સંતાનોની હાસ્ય વાતાવરણને ઉજ્જવળ બનાવશે. ગૃહિણીઓને પરિવારની પ્રશંસા મળશે. કોઈ સગાંના આગમનથી ઘરમાં રોનક વધશે. આર્થિક દૃષ્ટિએ લાભ અને સંતુલન બંને મળશે. કોઈ જૂનું સ્વપ્ન સાકાર થઈ શકે છે. સંબંધોમાં આત્મીયતા અને વિશ્વાસ વધશે. દિવસ સ્થિરતા, પ્રેમ અને સામૂહિક આનંદનો રહેશે.

કરિયર: સ્થિરતા અને સન્માનનો સમય છે. મેનેજમેન્ટ ક્ષેત્રમાં તમારી ટીમવર્ક ક્ષમતા આજે પ્રશંસા મેળવશે. કળા કે ઈવેન્ટ સાથે જોડાયેલા લોકોને નવી તકો અને ઓળખ મળી શકે છે. ફ્રીલાન્સરને કોઈ મોટા પ્રોજેક્ટની ઓફર મળશે. કોમર્સ ક્ષેત્રમાં લાંબા સમયથી અટકેલું કાર્ય હવે પૂર્ણતા તરફ વધશે. સહકર્મીઓ તમારી નેતૃત્વ ભાવનાથી પ્રેરિત થશે. મહેનતનો ઉત્સવ મનાવવાનો સમય છે.

લવ: પ્રેમ જીવનમાં ઉત્સાહ અને ગહનતાનો સંગમ રહેશે. પરિણીત યુગલો વચ્ચે સમજણ અને સાથનો આનંદ વધશે. સિંગલ વ્યક્તિને પરિવાર કે મિત્રો દ્વારા નવો સંબંધ મળી શકે છે. કોઈ જૂની નારાજગીનો અંત થઈને સંબંધ વધુ ગાઢ બનશે. યુગલો સાથે મળીને કોઈ કાર્યક્રમ કે પ્રવાસની યોજના બનાવી શકે છે. પ્રેમમાં ભાગીદારી અને સચ્ચાઈનો પાયો મજબૂત થશે.

સ્વાસ્થ્ય: ગળા કે અવાજ સંબંધિત હળવી સમસ્યા શક્ય છે, પણ જલ્દી ઠીક થશે. ઘૂંટણ કે પગમાં હળવી જકડનથી બચવા માટે હળવી કસરત કરો. ઉત્સવ અને વ્યસ્તતામાં ઊંઘનું ધ્યાન રાખો. ખાવા-પીવામાં સંતુલન જરૂરી છે. માનસિક રૂપે તમે હળવા અને પ્રેરિત અનુભવશો.

લકી કલર:ઓરેન્જ

લકી નંબર: 3

***

મિથુન

Ace of Cups

આજનો દિવસ ભાવનાત્મક તાજગી અને નવી શરૂઆતનો છે. પરિવારમાં પ્રેમ અને સૌહાર્દનું વાતાવરણ રહેશે. કોઈ જૂના મતભેદનો અંત થઈને સ્નેહ વધશે. ગૃહિણીઓને કોઈ નાની ભેટ કે આભારના શબ્દોથી ખુશી મળશે. વડીલોની ભાવનાત્મક નિકટતા શાંતિ આપશે. કોઈ મિત્ર કે સગાં તરફથી શુભ સમાચાર મળી શકે છે. આર્થિક સ્થિતિ સ્થિર રહેશે, પણ દાન-પુણ્યની ભાવના વધશે. સંતાનોની કોઈ રચનાત્મક ઉપલબ્ધિથી ગૌરવનો અનુભવ થશે. દિવસ હૃદયથી જોડાવાનો અને ખુશીઓ વહેંચવાનો છે.

કરિયર: કળા કે મીડિયા સાથે જોડાયેલા જાતકો માટે આ દિવસ પ્રેરણાત્મક રહેશે. મેડિકલ ક્ષેત્રમાં કાર્યરત લોકોને નવી તક કે સહયોગ મળશે. ફ્રીલાન્સરને કોઈ વિદેશી ક્લાયન્ટ સાથે સંપર્ક બનવાની સંભાવના છે. કોમર્સ કે સર્વિસ સેક્ટરમાં કામ કરનારાઓને કામની પ્રશંસા મળશે. દિવસ નવા વિચારો, પ્રોજેક્ટ્સ અને સહયોગની શરૂઆતનો છે.

લવ: પ્રેમ જીવનમાં નવી ભાવનાઓ જન્મ લેશે. સિંગલ વ્યક્તિને કોઈ આકર્ષક વ્યક્તિ સાથે દિલનું જોડાણ થઈ શકે છે. પરિણીત યુગલો માટે આ દિવસ જૂના રોમાન્સને પુનર્જીવિત કરવાનો છે. કોઈ નાના ઈશારાથી સંબંધોમાં ગહનતા વધશે. સાથી સાથે મનની વાત શેર કરવાનો યોગ્ય સમય છે. પ્રેમમાં સંવેદના, કોમળતા અને સચ્ચાઈનો સંગમ રહેશે. દિલથી લીધેલો નિર્ણય સ્થાયી ખુશીઓ આપશે.

સ્વાસ્થ્ય: માનસિક અને શારીરિક સ્ફૂર્તિ જળવાઈ રહેશે. તાજી હવા અને સહેલગાહ લાભદાયક રહેશે. જળ તત્વ સાથે જોડાયેલી ગતિવિધિઓ જેમ કે સ્વિમિંગ કે ધ્યાન લાભકારી સિદ્ધ થશે. પાચનમાં હળવી ગરબડ શક્ય છે, પાણી પૂરતું પીઓ. તણાવથી દૂર રહો, કારણ કે મનની શાંતિ જ તમારી અસલી દવા છે.

લકી કલર: સફેદ

લકી નંબર: 6

***

કર્ક

Ten of Cups

આજનો દિવસ ભાવનાત્મક પૂર્ણતા અને સંતોષનો રહેશે. પરિવારમાં પોતાપણું અને પ્રેમનો પ્રવાહ વધશે. કોઈ શુભ અવસર કે આયોજનથી બધા એકસાથે આવશે. વડીલોની હાજરી ઘરમાં સકારાત્મક ઊર્જા ફેલાવશે. ગૃહિણીઓના પ્રયાસોની સરાહના થશે. સંતાનોની હાસ્ય અને સ્નેહથી ઘરનું વાતાવરણ જીવંત બનશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે, અને કોઈ પારિવારિક રોકાણ લાભ આપશે. સંબંધોમાં એકતા અને શાંતિ જળવાઈ રહેશે. દિવસ આભાર વ્યક્ત કરવાનો અને ભાવનાત્મક સંતુલન જાળવવાનો છે.

કરિયર: મેનેજમેન્ટ ક્ષેત્રના લોકોને નેતૃત્વની સફળતા મળશે. કળા અને મીડિયા સાથે જોડાયેલા લોકોને સરાહના અને નવી ઓળખ મળશે. ફ્રીલાન્સરને લાંબા ગાળાનો કરાર મળી શકે છે. કોમર્સ ક્ષેત્રના લોકોને ટીમ તરફથી સહયોગ મળશે. દિવસ કરિયરમાં સુખ અને આત્મવિશ્વાસ બંને આપશે.

લવ: પ્રેમ જીવનમાં ભાવનાત્મક સામંજસ્ય અને સ્થિરતા વધશે. પરિણીત યુગલો માટે આ દિવસ સમજણ અને પોતાપણું વધારવાનો છે. સિંગલ વ્યક્તિને પરિવારના માધ્યમથી પ્રેમ પ્રસ્તાવ મળી શકે છે. કોઈ જૂની નારાજગીનો અંત થઈને સંબંધ વધુ ગાઢ થશે. આજે સાથી સાથે ઘર કે ભવિષ્યની યોજનાઓ પર વાત થઈ શકે છે. સંબંધોમાં વિશ્વાસ અને સન્માનનો પાયો વધુ મજબૂત બનશે.

સ્વાસ્થ્ય: આજે શારીરિક અને માનસિક બંને રીતે સુખ અનુભવાશે. હોર્મોનલ સંતુલન કે થાક જેવી સમસ્યામાં સુધારો આવશે. દિનચર્યામાં પૌષ્ટિક આહાર અને નિયમિત સહેલગાહ શામેલ કરો. સ્કિન કે વાળ સંબંધિત હળવી પરેશાની શક્ય છે, ઘરેલુ ઉપચાર લાભ આપશે.

લકી કલર: ગુલાબી

લકી નંબર: 4

***

સિંહ

Nine of Pentacals

આજનો દિવસ આત્મનિર્ભરતા અને કામયાબીનો છે. પરિવારમાં તમારી મહેનત અને સફળતા પર ગર્વનું વાતાવરણ રહેશે. ગૃહિણીઓને કોઈ રચનાત્મક પ્રયાસનું ફળ મળશે. વડીલોના આશીર્વાદ આર્થિક સ્થિરતા લાવશે. ઘરમાં સજાવટ કે બાગકામનો નવો વિચાર મનને પ્રસન્ન કરશે. કોઈ જૂના રોકાણથી લાભ મળવાની સંભાવના છે. પરિવારના યુવા સભ્ય કોઈ સ્પર્ધા કે કાર્યમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે. સંબંધોમાં સંતુલન રહેશે. આજે તમે આત્મસંતોષ અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો.

કરિયર: સ્વાવલંબન અને આત્મવિશ્વાસનો દિવસ છે. કોમર્સ ક્ષેત્રમાં કામ કરનારાઓને રોકાણ કે પ્રમોશનથી લાભ થશે. ફ્રીલાન્સરને નવા પ્રોજેક્ટની મોટી ડીલ મળી શકે છે. કળા કે ડિઝાઇન સાથે જોડાયેલા લોકોને પોતાની કુશળતાની ઓળખ મળશે. મેનેજમેન્ટ ક્ષેત્રમાં તમારી દૂરંદેશીથી વરિષ્ઠ પ્રભાવિત થશે. આજે તમે તમારા કામની દિશા પોતે નક્કી કરશો. કોઈ જૂનો પ્રોજેક્ટ હવે સફળતામાં બદલાશે. આર્થિક સ્વતંત્રતાનો આ દિવસ સશક્ત બનાવનારો હશે.

લવ: પ્રેમ જીવનમાં વિશ્વાસ અને સન્માનનો ભાવ રહેશે. સિંગલ વ્યક્તિ કોઈ આકર્ષક વ્યક્તિ સાથે જોડાણ અનુભવી શકે છે. પરિણીત યુગલો વચ્ચે સન્માન અને સ્વતંત્રતાનું સંતુલન મજબૂત થશે. પ્રેમી યુગલો પોતાના સંબંધને સાર્વજનિક કરવાનો નિર્ણય લઈ શકે છે. દિવસ પ્રેમમાં આત્મનિર્ભરતાનો સંદેશ આપે છે, અપેક્ષાઓ કરતાં વધુ વિશ્વાસ પર ધ્યાન આપો. સંબંધમાં સહજતા જળવાઈ રહેશે.

સ્વાસ્થ્ય: ઊર્જા પ્રચુર રહેશે. બ્લડ પ્રેશર કે કોલેસ્ટ્રોલ સંબંધિત સમસ્યાવાળાઓને હળવો વ્યાયામ લાભ આપશે. માનસિક રૂપે તમે શાંત અને આત્મવિશ્વાસુ રહેશો. તાજા ફળ અને પૂરતું જળ સેવનથી તાજગી વધશે. બહારનું ખાવાનું ટાળો.

લકી કલર: પર્પલ

લકી નંબર: 1

***

કન્યા

Eight of Cups

આજનો દિવસ આત્મમંથન અને નવા માર્ગની શોધનો છે. પરિવારમાં થોડું ભાવનાત્મક અંતર અનુભવાઈ શકે છે, પણ સંવાદથી સ્થિતિ સુધરશે. વડીલોની સલાહ તમારા નિર્ણયોમાં સ્પષ્ટતા લાવશે. ગૃહિણીઓને પોતાની રુચિઓમાં સમય આપવાની તક મળશે. આર્થિક રૂપે કોઈ નિર્ણય પર પુનર્વિચાર કરવાની જરૂર છે. કોઈ જૂના સંબંધ કે પરિસ્થિતિથી દૂર થવું માનસિક શાંતિ આપશે. પરિવારમાં શાંતિ જાળવી રાખવા માટે ધીરજ જરૂરી છે. દિવસ આત્મવિકાસ અને આંતરિક સંતુલન તરફ લઈ જશે.

કરિયર: દિશા બદલવાનો કે જૂના કાર્યથી અલગ નવી રાહ પસંદ કરવાનો સમય છે. ટેક્નિકલ ક્ષેત્રના લોકો કોઈ નવા પ્રોજેક્ટની શરૂઆત કરી શકે છે. કળા કે શિક્ષણ ક્ષેત્રમાં કાર્યરતને નવી પ્રેરણા મળશે. મેનેજમેન્ટ ક્ષેત્રમાં કોઈ પડકારજનક નિર્ણય લેવો પડી શકે છે. ફ્રીલાન્સર કોઈ લાંબા કરારને સમાપ્ત કરીને નવી ભાગીદારી વિચારી શકે છે. પોતાની અંત:પ્રેરણા પર ભરોસો કરો. બદલાવ તમારા માટે વિકાસનું દ્વાર બનશે.

લવ: પ્રેમ જીવનમાં આત્મવિશ્લેષણનો સમય છે. સિંગલ વ્યક્તિને કોઈ જૂના સંબંધથી ભાવનાત્મક અંતર બનાવવું પડી શકે છે. પરિણીત યુગલોને સાથીની ભાવનાઓને સમજવાની જરૂર છે. કેટલાક લોકોને પ્રેમમાં વિરામ લઈને પોતાને સમય આપવાની જરૂર હશે. સંબંધોમાં મૌન સંવાદ સૌથી પ્રભાવશાળી રહેશે. ભાવનાઓ ગહન રહેશે, પણ અભિવ્યક્તિ સંયમિત રહેશે. આગળ વધતા પહેલા તમારા દિલની સાચી વાત સાંભળો.

સ્વાસ્થ્ય: માનસિક અને ભાવનાત્મક થાક અનુભવાઈ શકે છે. ઊંઘની કમી કે તણાવની અસર શરીર પર દેખાશે. ડિહાઇડ્રેશનથી બચવા માટે પાણી અને પ્રવાહી પદાર્થ લો. માથું ભારે રહેવાની ફરિયાદ શક્ય છે. ધ્યાન, પ્રાણાયામ અને હળવી સહેલગાહ માનસિક રાહત આપશે. ભીડભાડથી દૂર રહીને થોડો સમય એકલા વિતાવવો ફાયદાકારક રહેશે.

લકી કલર: વાદળી

લકી નંબર: 8

***

તુલા

Two of Pentacals

આજનો દિવસ સંતુલન અને વિવેકનો છે. પરિવાર અને કાર્ય વચ્ચે સમય વહેંચવો પડકારજનક રહેશે. વડીલોની દેખભાળ અને સંતાનોની જરૂરિયાતોમાં તાલમેલ બનાવવો જરૂરી છે. ગૃહિણીઓ ઘરેલુ જવાબદારીઓ અને વ્યક્તિગત શોખમાં સંતુલન બનાવવામાં સફળ થશે. આર્થિક રૂપે બે વિકલ્પો વચ્ચે નિર્ણય લેવો પડશે. કોઈ સગાં સાથે જોડાયેલો નાનો મતભેદ સંયમથી ઉકેલાઈ જશે. ઘરમાં ખર્ચ અને બચત પર ચર્ચા શક્ય છે. જો તમે સંતુલિત દૃષ્ટિકોણ અપનાવશો તો પરિવારનું માહોલ શાંત રહેશે.

કરિયર: બે દિશાઓ વચ્ચે પસંદગીનો સમય છે. કોમર્સ ક્ષેત્રમાં કામ કરનારાઓને નવા રોકાણની તક મળશે. મેનેજમેન્ટ ક્ષેત્રના બે પ્રોજેક્ટ વચ્ચે અટવાઈ શકે છે. કળા સાથે જોડાયેલા લોકો કોઈ નવા વિષય કે શૈલી પર કામ શરૂ કરી શકે છે. ફ્રીલાન્સરને બે ક્લાયન્ટ વચ્ચે પ્રાથમિકતા નક્કી કરવી પડશે. નિર્ણય લેતી વખતે ભાવનાઓ કરતાં વ્યવહારિક વિચાર અપનાવો. ધીરજ અને સ્પષ્ટ દૃષ્ટિકોણ સફળતાની ચાવી બનશે.

લવ: પ્રેમ જીવનમાં અસમંજસની સ્થિતિ બની શકે છે. સિંગલ વ્યક્તિને બે આકર્ષણો વચ્ચે નિર્ણય લેવો મુશ્કેલ લાગશે. પરિણીત યુગલોને સાથી પ્રત્યે ધીરજ અને સમજણની જરૂર છે. પ્રેમી યુગલો વચ્ચે સમયની કમી તણાવ લાવી શકે છે. સંવાદ જાળવી રાખવો સંબંધને સ્થિર કરશે. આજે દિલ અને દિમાગ બંનેનું સંતુલન જરૂરી છે. સાચી નિયત અને સંવેદનાથી ગેરસમજો દૂર થશે.

સ્વાસ્થ્ય: બ્લડ પ્રેશર કે થાકથી બચવા માટે આરામ કરો. ખાવા-પીવામાં અનિયમિતતાથી પાચન પર અસર પડી શકે છે. પૂરતું પાણી અને પૂરતી ઊંઘ જરૂરી છે. માનસિક દબાણથી બચવા માટે સંગીત કે ધ્યાનનો સહારો લો.

લકી કલર: ઓલિવ ગ્રીન

લકી નંબર: 5

***

વૃશ્ચિક

Queen of Wands

આજનો દિવસ આત્મવિશ્વાસ, આકર્ષણ અને નેતૃત્વનો છે. પરિવારમાં તમારી હાજરી માહોલને ઊર્જાવાન બનાવશે. વડીલો તમારી દૂરંદેશીની પ્રશંસા કરશે. ગૃહિણીઓને પોતાના વિચારો અને યોજનાઓથી બધાનું દિલ જીતવાની તક મળશે. આર્થિક દૃષ્ટિએ દિવસ લાભકારી રહેશે, કોઈ જૂનું કાર્ય સફળતા આપશે. પરિવારમાં મહિલાઓની ભૂમિકા પ્રમુખ રહેશે. ઘરમાં કોઈ ઉત્સવ કે નાની યાત્રાનો સંકેત છે. આજે તમે પોતાની ઊર્જા અને આત્મવિશ્વાસથી સૌને પ્રેરિત કરશો.

કરિયર: તમારું આત્મબળ અને નેતૃત્વ નવી ઊંચાઈઓ આપશે. મેનેજમેન્ટ ક્ષેત્રમાં કામ કરનારાઓને જવાબદારી અને સન્માન બંને મળશે. કળા કે ક્રિએટિવ ફિલ્ડના લોકોને નવી ઓળખ મળશે. ફ્રીલાન્સરને કોઈ મોટા ક્લાયન્ટ તરફથી પ્રોજેક્ટ મળવાની સંભાવના છે. કોમર્સ ક્ષેત્રમાં રોકાણના નવા અવસર ખૂલશે. તમારી વાણી અને આત્મવિશ્વાસ આજે કાર્યસ્થળ પર જાદુ બતાવશે. નિર્ણય લેતી વખતે દિલ અને દિમાગનું સંતુલન જાળવી રાખો.

લવ: પ્રેમ જીવનમાં આકર્ષણ અને આત્મવિશ્વાસનો દોર રહેશે. સિંગલ વ્યક્તિ માટે કોઈ કરિશ્માઈ વ્યક્તિ સાથે મુલાકાત શક્ય છે. પરિણીત યુગલો વચ્ચે સંવાદ અને સ્નેહ વધશે. પ્રેમી યુગલો વચ્ચે ગહનતા આવશે. આજે સંબંધોમાં અભિવ્યક્તિનું મહત્વ વધુ રહેશે. તમે તમારા સાથી માટે પ્રેરણા બની શકો છો. ભાવનાઓ મજબૂત થશે, પણ સંયમ જાળવી રાખો. પ્રેમમાં સ્પષ્ટતા અને સન્માન જ તમારું બળ બનશે.

સ્વાસ્થ્ય: ઊર્જા અને જીવંતતાથી ભરેલો દિવસ રહેશે. માથાનો દુખાવો કે થાક હળવી પરેશાની આપી શકે છે. યોગ અને હળવું સ્ટ્રેચિંગ લાભદાયક થશે. સ્કિન કે વાળ સંબંધિત હળવી મુશ્કેલી થઈ શકે છે, કુદરતી ઉપચાર કરો.

લકી કલર: પીળો

લકી નંબર: 3

***

ધન

Page of Wandas

આજનો દિવસ નવી યોજનાઓ અને જોશથી ભરપૂર રહેશે. પરિવારમાં નવી વિચારસરણી અને સકારાત્મક વાર્તાલાપ માહોલને તાજગી આપશે. વડીલોની સલાહથી કોઈ મહત્વપૂર્ણ નિર્ણયનો આરંભ થશે. ગૃહિણીઓને કોઈ રચનાત્મક પ્રેરણા મળશે.સંતાનોના વ્યવહાર કે ઉપલબ્ધિથી ખુશીનો માહોલ બનશે. આર્થિક સ્થિતિ સુધરશે, પણ યોજનાબદ્ધ રોકાણ કરો. પરિવારમાં નાની યાત્રા કે પિકનિકની સંભાવના છે. કોઈ નવા કાર્યની શરૂઆત ઘરના બધા સભ્યોને એકજૂટ કરશે. આજનો દિવસ ઉત્સાહ અને નવજીવનનું પ્રતીક છે.

કરિયર: ટેક્નિકલ ક્ષેત્રમાં કાર્યરતને કોઈ નવીન પ્રોજેક્ટની તક મળશે. કળા કે મીડિયા ક્ષેત્રના લોકો પોતાના વિચારોથી ધ્યાન આકર્ષિત કરશે. ફ્રીલાન્સરને નવા ક્લાયન્ટ સાથે સંપર્ક બની શકે છે. કોમર્સ ક્ષેત્રમાં તરક્કીના નવા રસ્તા ખૂલશે. જે લોકો સ્ટાર્ટઅપમાં છે, તેમને કોઈ યુવા ટીમથી પ્રેરણા મળશે. આજે ઉત્સાહ અને સાહસથી કાર્ય કરવું લાભદાયક રહેશે.

લવ: પ્રેમ જીવનમાં તાજગી અને રોમાંચનો દોર રહેશે. સિંગલ વ્યક્તિને કોઈ નવા વ્યક્તિ સાથે તરત આકર્ષણ અનુભવાશે. પરિણીત યુગલો વચ્ચે વાતચીતમાં મસ્તી અને હળવાશ પાછી ફરશે. પ્રેમી યુગલો વચ્ચે અચાનક યાત્રા કે નાની સરપ્રાઈઝ નિકટતા વધારી શકે છે. જૂના સંબંધોમાં નવો લાવવાનો સમય છે. આજનો દિવસ ભાવનાઓને ખૂલીને વ્યક્ત કરવા માટે અનુકૂળ છે. સંબંધોમાં ઊર્જા અને સાહસ નવી દિશા આપશે.

સ્વાસ્થ્ય: શારીરિક ઊર્જા અને જોશ આખો દિવસ જળવાઈ રહેશે. પાચન તંત્રને હળવો ખોરાક આપીને આરામ આપો. શરદી-ખાંસી કે ગળામાં ખરાશની સંભાવના છે, ઠંડા પીણાંથી બચો. યોગ અને પ્રાણાયામથી માનસિક સ્પષ્ટતા મળશે. થાકથી બચવા માટે વચ્ચે-વચ્ચે આરામ લો. વધુ ઉત્સાહમાં શરીર પર વધારાનું દબાણ ન નાખો.

લકી કલર:ગુલાબી

લકી નંબર: 6

***

મકર

The lovers

આજનો દિવસ નિર્ણયો અને ભાવનાત્મક સંતુલનનો છે. પરિવારમાં પરસ્પર તાલમેલ અને સમજણ વધશે. કોઈ સગાં સાથે જૂના મનભેદ ઉકેલવાનો સમય છે. વડીલોની સલાહ કોઈ મહત્વપૂર્ણ નિર્ણયમાં સહાયક થશે. ગૃહિણીઓને પરિવાર તરફથી સ્નેહ અને સમર્થન મળશે. આર્થિક દૃષ્ટિએ ભાગીદારીમાં લાભ શક્ય છે. ઘરમાં કોઈ સભ્યની ઉપલબ્ધિથી ગૌરવ અનુભવાશે. પરિવારના માહોલમાં પ્રેમ અને પોતાપણાની ઊર્જા બની રહેશે. દિલ અને દિમાગ બંનેનું સંતુલન જાળવી રાખવું જરૂરી રહેશે.

કરિયર: મેનેજમેન્ટ ક્ષેત્રમાં કાર્યરત લોકોને બે તકો વચ્ચે પસંદગી કરવી પડી શકે છે. કળા કે ડિઝાઇન સાથે જોડાયેલા લોકોને ટીમવર્કથી સફળતા મળશે. ફ્રીલાન્સરને નવા કરાર પર નિર્ણય લેવો પડશે. કોમર્સ ક્ષેત્રમાં ભાગીદારી કે સહયોગથી લાભ મળશે. કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે તાલમેલ સફળતા અપાવશે. આજે તમારા નિર્ણયો ભવિષ્યની દિશા નક્કી કરશે, તેથી વિચારીને પગલું ભરો.

લવ: પરિણીત યુગલો વચ્ચે નિકટતા અને પરિપક્વતા વધશે. સિંગલ વ્યક્તિને કોઈ વિશેષ વ્યક્તિ સાથે ભાવનાત્મક જોડાણ થઈ શકે છે. કેટલાક લોકોને પ્રેમ અને જવાબદારી વચ્ચે પસંદગી કરવી મુશ્કેલ લાગશે. સંબંધોમાં સંવાદની અહમ ભૂમિકા રહેશે. દિલથી લેવાયેલા નિર્ણયો તમને સાચા સંબંધ તરફ લઈ જશે. આજે પ્રેમમાં સ્પષ્ટતા અને ઈમાનદારી સૌથી મોટું બળ બનશે.

સ્વાસ્થ્ય: દિલ કે બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યાવાળા લોકોને ધ્યાન રાખવું જોઈએ. દિનચર્યામાં યોગ અને ધ્યાન શામેલ કરો. ગળા કે અવાજમાં હળવી ખરાશ થઈ શકે છે. ભાવનાત્મક થાક દૂર કરવા માટે સંગીત કે ધ્યાન લાભદાયક રહેશે. પાચન સામાન્ય રહેશે, પણ વધુ મસાલેદાર ભોજનથી બચો.

લકી કલર: બદામી

લકી નંબર: 2

****

કુંભ

Four Of Swords

આજનો દિવસ વિશ્રામ અને આત્મચિંતનનો છે. પરિવારમાં શાંતિ જાળવી રાખવા માટે ધીરજ જરૂરી રહેશે. કોઈ જૂના મતભેદ પર મૌન રહેવું જ સમાધાન સાબિત થશે. વડીલોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે. ગૃહિણીઓ દિનચર્યામાંથી થોડો વિરામ લઈને આત્મસંતુલન પ્રાપ્ત કરશે. આર્થિક રૂપે ખર્ચ સીમિત રાખો, બિનજરૂરી નિર્ણય ન લો. ઘરનું માહોલ શાંત પણ થોડું ગંભીર રહેશે. આજે ઊર્જા બચાવીને આવનારા દિવસો માટે યોજના બનાવવી લાભદાયક રહેશે. આત્મચિંતનથી આજે મનને નવી દિશા મળશે.

કરિયર: અસ્થાયી ઠહેરાવનો સમય છે. મેનેજમેન્ટ ક્ષેત્રના લોકો રણનીતિ ફરીથી નક્કી કરશે. ફ્રીલાન્સરને નવા પ્રોજેક્ટ માટે થોડો સમય રાહ જોવી પડશે. ટેક્નિકલ ક્ષેત્રમાં કાર્યરત ટીમની સમીક્ષા અને સુધાર પર ધ્યાન આપે. કળા કે રિસર્ચ ક્ષેત્રમાં કામ કરનારાઓને પ્રેરણા માટે વિરામ લેવો ઉપયોગી થશે. જલ્દીમાં કોઈ નિર્ણય ન લો. આજે આત્મમંથન અને યોજનાનો દિવસ છે, અમલનો નહીં.

લવ: પ્રેમ જીવનમાં થોડું અંતર કે મૌન શક્ય છે. પરિણીત યુગલો વચ્ચે શાંત સંવાદથી મતભેદ દૂર થશે. સિંગલ જાતક કોઈ જૂના સંબંધ પર પુનર્વિચાર કરી શકે છે. પ્રેમી યુગલો માટે આજનો દિવસ આત્મમંથનનો છે, કઈ ભાવનાઓ સાચી છે, તે સમજવાનો સમય છે. ભાવનાઓને દબાવવાને બદલે શાંત મનથી સમજો. અંતર અસ્થાયી છે; સાચો પ્રેમ ફરી નિકટતા લાવશે.

સ્વાસ્થ્ય: થાક કે નબળાઈ અનુભવાઈ શકે છે. ઊંઘની કમી કે તણાવથી માથું ભારે લાગી શકે છે. ઊંડા શ્વાસ અને ધ્યાનનો અભ્યાસ લાભદાયક રહેશે. બ્લડ પ્રેશરવાળા લોકોને આરામ પર ધ્યાન આપવું જોઈએ. આજે હળવો ખોરાક લો અને ડિજિટલ ઉપકરણોથી દૂર રહો. મનને શાંતિ આપવા માટે પ્રકૃતિની વચ્ચે સમય વિતાવો.

લકી કલર: ખાખી

લકી નંબર: 7

***

મીન

King of Pentacals

આજનો દિવસ સ્થિરતાનો છે. પરિવારમાં તમારી સમજદારી અને વ્યવહારિકતાથી શાંતિ જળવાઈ રહેશે. વડીલોની સલાહથી આર્થિક નિર્ણય લાભદાયક સિદ્ધ થશે. ગૃહિણીઓને ઘરની વ્યવસ્થા અને નાણાકીય પ્રબંધનમાં સરાહના મળશે. કોઈ સગાં તરફથી સહયોગ પ્રાપ્ત થઈ શકે છે. ઘરમાં સુખ-સુવિધાઓ સાથે જોડાયેલી કોઈ નવી વસ્તુ ખરીદી શકાય છે. પરિવારનું વાતાવરણ આત્મવિશ્વાસ અને સુરક્ષાથી ભરેલું રહેશે. આજે તમે બધા માટે વિશ્વાસ અને સ્થિરતાનો સ્તંભ બનશો.

કરિયર: અનુભવ અને નિર્ણય શક્તિ સફળતા અપાવશે. કોમર્સ ક્ષેત્રના લોકોને મોટો લાભ મળી શકે છે. મેનેજમેન્ટ કે ફાઇનાન્સ ક્ષેત્રમાં કાર્યરત લોકોને પદોન્નતિ કે બોનસ મળવાની સંભાવના છે. બિઝનેસમાં રોકાણ લાભ આપશે, વિશેષ કરીને રિયલ એસ્ટેટ કે લોન્ગ-ટર્મ પ્લાનમાં. ફ્રીલાન્સરને સ્થાયી કરારની તક મળી શકે છે. આજે તમારી યોજનાઓ પરિણામ બતાવવા લાગશે. મહેનત હવે સ્થિર સફળતામાં બદલાશે.

લવ: પ્રેમ જીવનમાં વિશ્વાસ વધશે. પરિણીત યુગલો વચ્ચે જવાબદારી અને સમર્થનનું સંતુલન રહેશે. સિંગલ વ્યક્તિને કોઈ સ્થાયી અને ગંભીર સંબંધ મળી શકે છે. આજે ભાવનાઓમાં સ્થિરતાનો ભાવ રહેશે. સાથી પ્રત્યેની તમારી સુરક્ષા ભાવના સંબંધને મજબૂત બનાવશે. પ્રેમમાં સ્થાયિત્વ અને સન્માનનું મહત્વ આજે પ્રમુખ રહેશે. આ સમય સંબંધોને સ્થાયી રૂપ આપવાનો સંકેત છે.

સ્વાસ્થ્ય: બ્લડ સુગર કે કોલેસ્ટ્રોલની સમસ્યાવાળા લોકોને આહાર પર ધ્યાન આપવું જોઈએ. દિનચર્યામાં યોગ અને વોક શામેલ કરો. પેટ સંબંધિત હળવી પરેશાની થઈ શકે છે. ઘરનું બનાવેલું સંતુલિત ભોજન લાભ આપશે. માનસિક રૂપે તમે શાંત અને આત્મવિશ્વાસુ અનુભવશો.

લકી કલર: કોપર બ્રાઉન

લકી નંબર: 4