રશિયા અને યુક્રેને 24 મેના રોજ 307-307 કેદીઓની અદલાબદલી કરી. આજે 303-303 કેદીઓને મુક્ત કરવામાં આવશે. આ ત્રણ વર્ષ લાંબા યુદ્ધમાં સૌથી મોટા કેદી અદલા-બદલીનો એક ભાગ છે.
શનિવારે થયેલા આ આપ-લેની જાણ રશિયન સંરક્ષણ મંત્રાલય અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી દ્વારા ટેલિગ્રામ પર કરવામાં આવી હતી.
ઝેલેન્સકીએ લખ્યું - આવતીકાલે વધુ મુક્તિની આશા છે, અમારું લક્ષ્ય દરેક યુક્રેનિયનને રશિયન કેદમાંથી પાછા લાવવાનું છે.
આ પહેલા 23 મેના રોજ બંને દેશોએ 390-390 કેદીઓને મુક્ત કર્યા હતા. ત્રણ દિવસમાં બંને દેશના એક હજાર કેદીઓને મુક્ત કરવાના છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ અદલાબદલી મોસ્કો અને કિવ વચ્ચે શાંતિ કરાર સુધી પહોંચવાના પ્રયાસોમાં એક નવો તબક્કો શરૂ કરી શકે છે