દોહા ડાયમંડ લીગમાં ભારતના સ્ટાર જેવલીન થ્રોઅર નીરજ ચોપરાએ 90.23 મીટર ભાલો ફેંક્યો. તેણે પહેલા પ્રયાસમાં 88.44 મીટરનો સ્કોર કર્યો, જ્યારે બીજો થ્રો અમાન્ય રહ્યો. ત્યારબાદ નીરજે ત્રીજા પ્રયાસમાં પોતાના કરિયરનો શ્રેષ્ઠ થ્રો કર્યો. આ નીરજ ચોપરાનો સૌથી લાંબો થ્રો છે. અગાઉ, તેનો શ્રેષ્ઠ થ્રો 89.94 મીટર હતો, જે તેમણે 2022 ડાયમંડ લીગમાં હાંસલ કર્યો હતો.
દોહામાં આયોજિત ઇવેન્ટમાં નીરજ ઉપરાંત, મિડલ ડિસ્ટન્સ રનર ગુલવીર સિંહ 5000 મીટર દોડમાં નવમા સ્થાને રહ્યો. તેણે 12:59.77 મિનિટમાં દોડ પૂરી કરી. તેણે પોતાના પર્સનલ બેસ્ટ રેકોર્ડની બરાબરી કરી.
નીરજ ચોપરા ભાલા ફેંકમાં 90 મીટરથી વધુનો સ્કોર કરનાર ત્રીજો એશિયન ખેલાડી બન્યા છે. એટલું જ નહીં, તે આવું કરનાર વિશ્વના 25મા ભાલા ફેંકનાર ખેલાડી બન્યા છે.
ગત સિઝનમાં એક મીટરથી ગોલ્ડ ચૂક્યો નીરજ ચોપરા 2024 ડાયમંડ લીગ ફાઇનલમાં બીજા સ્થાને રહ્યા હતા. તેમણે ત્રીજા પ્રયાસમાં 87.86 મીટરનો શ્રેષ્ઠ થ્રો ફેંક્યો પરંતુ ચેમ્પિયન બનવાથી 0.01 મીટર દૂર રહ્યો. ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે પોતાના પહેલા પ્રયાસમાં 87.87 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે પ્રથમ સ્થાન મેળવ્યું.