Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મેષઃ-

પોઝિટિવઃ- ઘરને બદલવાની યોજના બનશે. વાસ્તુને લગતા નિયમોનું પણ ધ્યાન રાખવું. તમારો વ્યવહાર તમારા માન-સન્માન તથા ગરિમાને જાળવી રાખશે. મનમાં શાંતિનો અનુભવ થશે.

નેગેટિવઃ- પાડોશીઓ સાથે કોઇ વાદ-વિવાદને શાંતિથી ઉકેલવાની કોશિશ કરો. બાળકોનું એડમિશન કે વિષય સિલેક્ટ કરવામાં ચિંતા રહેસે. આ સમયે તમારી જરૂરિયાતોને સીમિત રાખો. બિનજરૂરી ખર્ચ સામે આવી શકે છે.

વ્યવસાયઃ- કામકાજને લગતી ગતિવિધિઓમાં પોઝિટિવ ફેરફાર આવી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ અને સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય થોડું નરમ રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- સામાજિક સીમા વધશે. કાયદાકીય મામલાઓ સરળતાથી પૂર્ણ થઇ જશે. બપોર પછી ગ્રહસ્થિતિ ખૂબ જ અનુકૂળ રહેશે. નવી આશા તથા કોશિશના યોગ્ય પરિણામ મળી શકશે. લોકોની વચ્ચે તમારું માન-સન્માન પણ યોગ્ય જળવાયેલું રહેશે.

નેગેટિવઃ- તમે થોડા મામલે ગુંચવાઇ શકો છો. તમારી ઉપર જવાબદારીઓનો ભાર વધશે, જેના કારણે તમે તમારા વ્યક્તિગત કાર્યો ઉપર ધ્યાન આપી શકશો નહીં. ક્યારેક એવું લાગશે કે સમય હાથમાંથી સરકી રહ્યો છે.

વ્યવસાયઃ- વેપારમાં નવા કરાર પ્રાપ્ત થશે, પરંતુ વિઘ્નો પણ આવશે.

લવઃ- ઘર-પરિવાર ઉપર તમે વધારે ધ્યાન આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આ સમયે કરેલી કોઇપણ યાત્રા લાભદાયક રહેશે. તમામ પ્રકારની પરેશાનીઓથી રાહત મળશે. વિદ્યાર્થી વર્ગ પોતાનું કામ સમયે અને સારી રીતે પૂર્ણ કરી શકશે. એકવાર જે મનમાં નક્કી કરી લીધું તેને પૂર્ણ કરીને જ રહેશો.

નેગેટિવઃ- વધેલા ખર્ચાઓ પરેશાન કરી શકે છે. મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ ન મળવાથી મન નિરાશ રહેશે. તમારી વાણી અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો, કેમ કે તેના કારણે સમસ્યાઓ વધારે ખરાબ થઇ શકે છે. વિફળતા સિવાય તમે નિરાશ થશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયમાં તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે હાલ વધારે મહેનત કરવાની જરૂરિયાત છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ અને અનુશાસન પૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન દાખવો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ શોધવામાં તમારો વિશેષ સહયોગ રહેશે. અધ્યાત્મિક તથા ધાર્મિક ગતિવિધિઓમાં પણ તમારો સારો સમય પસાર થશે. તમારા પોઝિટિવ વિચાર તમારા વ્યક્તિત્વને વધારે નિખારશે.

નેગેટિવઃ- કોઇ નજીકના મિત્ર સાથે જ કોઇ દગાબાજી થઇ શકે છે, એટલે કોઇના ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. ધૈર્ય અને સંયમ સાથે કામ લો, ઉતાવળમાં કામ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયને વધારવા માટે નવી યોજના બનશે જે સાર્થક રહેશે.

લવઃ- જીવનસાથી તથા પરિવારના લોકોનો પૂર્ણ સહયોગ અને પ્રેમ મળશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમારું કોઇ વિશેષ કાર્ય આ સમયે પૂર્ણ થશે. મનમાં અસીમ શાંતિ અનુભવ થશે. તમે સારી રીતે સમયનો સદુપયોગ કરી શકશો. પરિવાર સાથે પણ મનોરંજનમાં સમય પસાર થશે.

નેગેટિવઃ- ક્યારેક વાતચીત કરતી સમયે ખરાબ શબ્દોનો પ્રયોગ કરવાથી સંબંધોમાં ખટાસ આવી શકે છે. બનતા કાર્યોમા પણ વિઘ્ન આવશે. તમારી કિંમતી વસ્તુઓને સાચવીને રાખો.

વ્યવસાયઃ- તમારી વ્યવસાયિક ગતિવિધિઓને ગુપ્ત રાખવી જરૂરી છે.

લવઃ- કોઇ સંબંધીને ત્યાં કાર્યક્રમમા જવાનો પ્રોગ્રામ બનશે.

સ્વાસ્થ્યઃ- વધારે મહેનત કરવાથી સર્વાઇકલ કે માઇગ્રેનની સમસ્યા વધી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- સમય લાભદાયક છે. કાર્યકુશળતા તથા કાર્યક્ષમતામાં નફો થઇ શકે છે. ખાસ કરીને મહિલાઓ પોતાનાં કાર્યોને યોગ્ય રીતે નિભાવવામાં સક્ષમ રહેશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં અનુકૂળ પરિણામ મળશે.

નેગેટિવઃ- કોઇ અશુભ સમાચાર મળવાથી મન નિરાશ રહેશે. આ સમયે ક્યાંય રૂપિયા રોકાણ ન કરો. ફોન કોલ્સમા સમય ખરાબ થવાના કારણે મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં બધા કાર્યો શાંતિથી ઉકેલાઇ જશે.

લવઃ- ઘર કે વેપારની વચ્ચે યોગ્ય તાલમેલ જાળવી રાખવો પડશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે કોઇ ઈજા પહોંચવાની સ્થિતિ બની શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- ઘરના કોઇ વડીલ વ્યક્તિની સલાહ તથા માર્ગદર્શન ઉપર અમલ કરો, ચોક્કસ સફળતા મળી શકશે. કોઇ પ્રિય વ્યક્તિ સાથે અચાનક મુલાકાત થવાથી મન રોમેન્ટિક રહેશે. પાડોસીઓ તથા જૂના મિત્રો સાથે સંબંધ સારા રહેશે.

નેગેટિવઃ- રૂપિયાને લગતું લેવડ-દેવડ ન કરો. આર્થિક નુકસાન થવાની સ્થિતિ બની શકે છે. કોર્ટ કચેરીના મામલાઓ અટકી શકે છે. અન્યના મામલે દખલ ન કરો કેમ કે તેના કારણે તમારી માનહાનિ પણ શક્ય છે.

વ્યવસાયઃ- વેપારને લગતી તમારી કોઇ મહત્ત્વકાંક્ષા પૂર્ણ થશે.

લવઃ- લગ્ન સંબંધોમાં મધુરતાનો ભાવ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- વિપરીત પરિસ્થિતિઓ ઉપર કાબૂ મેળવવાની કોશિશ સફળ રહેશે. મુશ્કેલ કાર્યોને પણ તમે તમારી ઇચ્છાશક્તિ અને દૃઢ નિશ્ચયથી પૂર્ણ કરી શકશો.

નેગેટિવઃ- આ સમયે કોઇપણ પ્રકારનું દેવુ કે ઉધાર લેવાનાં કાર્યો તમારા માટે મુશ્કેલી પેદા કરી શકે છે. સામાજિક કાર્યોમાં કોઇપણ પ્રકારની દખલ ન કરો, તમારી બદનામી થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં ઘણાં સમયથી અટવાયેલાં કાર્યો પૂર્ણ કરવાનો યોગ્ય સમય છે.

લવઃ- ઘરની જવાબદારીઓને પૂર્ણ કરવાની તમારી કોશિશ સફળ રહેશે.

સ્વાસ્થ્યઃ- ગળું ખરાબ રહેશે જેના કારણે તાવ આવી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- નવા કાર્યોની રૂપરેખા બનશે. તમારી અંદર કામ પૂર્ણ કરવાની ઇચ્છા તમને સફળ બનાવશે. કોઇ પોઝિટિવ વાત પણ થઇ શકે છે જેની તમે ક્યારેય કલ્પના પણ કરી હશે નહીં. વિદ્યાર્થીઓ માટે સમયતા દાયક સમય છે.

નેગેટિવઃ- વધારે મેળવવાના ચક્કરમાં તમારું નુકસાન થઇ શકે છે. એટલે શાંત અને સહજ રીતે કાર્યોને પૂર્ણ કરીને ચાલો. રાજકીય કાર્યોમાં વિઘ્ન આવશે. યુવા વર્ગ કોઇ અસફળતાના કારણે નિરાશ થઇ શકે છે.

વ્યવસાયઃ- તમારી વ્યવસાયિક કાર્યને લગતી યોજના સફળ રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ ઘરની સમસ્યાને લઇને મતભેદ થશે.

સ્વાસ્થ્યઃ- માંસપેશીઓમાં દુખાવો થઇ શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- કોઇ સામાજિક સમારોહમાં ભાગ લેવાની તક મળશે. પોતાના સંબંધીઓ સાથે મતભેદ દૂર થશે. ઘરની સુખ-સુવિધા અને દેખરેખ ઉપર ખર્ચ કરવાથી સુખનો અનુભવ થશે. પોતાના સપના સાકાર કરવા માટે સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- હાલ કોઇપણ યાત્રાને ટાળવાની કોશિશ કરો. તમારા પોતાના જ લોકો તમને દગો આપી શકે છે, એટલે લેવડ-દેવડ કરતી સમયે સાવધાની રાખો. પ્રોપર્ટી કે વાહનને લગતા પેપર્સ ખોવાઇ જવાની ચિંતા રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે.

લવઃ- બહારની પરેશાનીઓને ઘર-પરિવાર ઉપર હાવી થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- અચાનક જ કોઇ સ્વાસ્થ્યને લગતી પરેશાની વધી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- નવા કાર્યને લગતી યોજના બનશે. પરિવાર સાથે ઘરને સજાવવા હેતુ ખરીદદારીમાં સુખમય સમય પસાર થશે. કોઇ ધાર્મિક ક્રિયાઓમાં વિશેષ સફળતા પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- તમારી સહનશક્તિને મજબૂત રાખો, ક્યારેક તણાવ અને બેચેનીના કારણે તમે તમારા લક્ષ્યથી ભટકી પણ શકો છો. અન્યની સમસ્યાઓમાં ચિંતિત રહેવાથી તમે પણ તણાવમાં રહેશો.

વ્યવસાયઃ- સમય તમારી યોજનાઓને શરૂ કરવા માટે સારો રહેશે.

લવઃ- પરિવારજનો સાથે મનોરંજનનાં કાર્યોમાં સારો સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- વ્યવસ્થિત દિનચર્યા તથા વ્યવસ્થિત ખાનપાન તમને સ્વસ્થ રાખશે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- સામાજિક સંબંધોની સીમા મજબૂત થશે. પારિવારિક ગતિવિધિઓમાં પણ વ્યસ્ત રહેશો. અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરીને તમને માનસિક સુકૂન અને સુખ મળશે.

નેગેટિવઃ- શેરબજારમાં તેજી-મંદી વગેરે જેવા રિસ્ક કાર્યોમાં ભૂલીને પણ રૂપિયા ન લગાવો. નહીંતર તમારા રૂપિયા ફસાઇ શકે છે. સમજ્યા વિચાર્યા વિના કોઇપણ કામ ન કરો.

વ્યવસાયઃ- આ સમયે કાર્યશૈલીની વ્યવસ્થા પ્રત્યે વધારે ધ્યાન આપવું.

લવઃ- પારિવારિક વાતાવરણમાં કોઇ ખામી આવવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ અને ગળામાં દુખાવાની ફરિયાદ રહેશે.