સોમવારે ભારતીય સમય મુજબ સાંજે 4 વાગ્યે યુરોપિયન દેશો સ્પેન, પોર્ટુગલ અને ફ્રાન્સમાં બ્લેકઆઉટ થયું હતું. આના કારણે, ત્રણેય દેશોના મેટ્રો, એરપોર્ટ, રેલ અને મોબાઇલ નેટવર્ક ઠપ થઈ ગયા.
આ બ્લેકઆઉટને કારણે લાખો લોકો વીજળી વિના રહેવા મજબૂર છે. યુરોન્યૂઝ પોર્ટુગલ અનુસાર, પોર્ટુગલ અને સ્પેનની રાજધાનીઓમાં ઘણી મેટ્રો ટ્રેનો સ્ટેશનો વચ્ચેની ટનલમાં ફસાઈ ગઈ છે. લોકો આ મહાનગરોમાં અટવાઈ ગયા છે.
પોર્ટુગીઝ પોલીસે પુષ્ટિ આપી કે ટ્રેનો બંધ હતી, પોર્ટો અને લિસ્બનમાં મેટ્રો સેવાઓ બંધ હતી અને દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પ્રભાવિત થયા હતા.