Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશમાં ચાલુ વર્ષના પહેલા 9 મહિના દરમિયાન ઇનપુટ ખર્ચ તેમજ માંગમાં મજબૂત રિકવરીને કારણે દેશના પ્રમુખ આઠ શહેરમાં મિલકતોની સરેરાશ કિંમતો 5 ટકા વધી છે. બ્રોકરેજ ફર્મ પ્રોપટાઇગર અનુસાર સપ્ટેમ્બર ક્વાર્ટરના અંતે દેશના આઠ શહેરોમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીની સ્કવેર ફુટ દીઠ કિંમતો રૂ.6,600-6,800 નોંધાઇ છે, જે ગત વર્ષના ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન સ્ક્વેર ફુટ કિંમત રૂ. 6,300-6,500 હતી.


ઓસ્ટ્રેલિયાના REA ગ્રુપ અને યુએસ સ્થિત ન્યૂઝ કોર્પનો ભાગ REA ઇન્ડિયા ભારતમાં ત્રણ રિયલ એસ્ટેટ પોર્ટલ - હાઉસિંગ ડોટ કોમ, પ્રોપ ટાઇગર અને મકાન ડોટ કોમની માલિકી ધરાવે છે. કંપનીના ગ્રુપ CFO વિકાસ વાધવાને જણાવ્યું હતું કે પ્રાઇમરી હાઉસિંગ માર્કેટમાં કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે.

ખાસ કરીને સીમેન્ટ તેમજ સ્ટીલ જેવા કાચા માલની કિંમતોમાં વધારાને કારણે પ્રોપર્ટીની કિંમતોમાં પણ વધારો થયો છે. ઇનપુટ ખર્ચમાં વધારા ઉપરાંત કોવિડ-19 બાદ માંગમાં મજબૂત રિકવરીને પગલે કિંમતો પર પણ દબાણ જોવા મળ્યું છે. હોમ લોનના વ્યાજદરોમાં 2 ટકા સુધીના વધારા છતાં માગ વૃદ્ધિ જળવાઇ રહી છે.