Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરતાની સાથે જ રાજયમાં આચારસંહિત લાગુ કરી દેવામાં આવી છે. આ આચારસંહિતના કારણે સોની વેપારીઓને સહન કરવાનો વખત આવ્યો છે અને વેપારી તથા કારીગરોને ઓથોરીટી દ્વારા તમામ પ્રકારના દાગીનાના ડોકયુમેન્ટ રજૂ કરવામા આવતા હોવા છતાં ભારે હેરાનગતિ કરવામા આવી રહી હોવાથી સોની આગેવાનો રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખી મુખ્ય આગેવાનોએ આ હેરાનગતિ બંધ કરવા માટે રજુઆત કરી છે અન્યથા મતદાનો પણ બહિષ્કાર કરી રાજકોટ સોનીબજાર અચોકકસ મુદત માટે બંધ રાખવાનું નકકી કરવામા આવ્યું છે.

રાજકોટ ગોલ્ડ ડીલર એસોસિએશનના આગેવાન અરવિંદભાઈ સોનીએ જણાવ્યા મુજબ આચારસંહિતાના અમલ સાથે જ રાજકોટ સોનીબજારની માઠી બેઠી ગઈ છે કેમકે સક્ષમ આથોરીટીના સ્ટાફ દ્વારા રોકડ કે કિંમતી ચીજવસ્તુઓની હેરફેર રોકવા ચેકિંગની કાર્યવાહી કરવામા આવી રહી છે. આ ચેકિંગ દરમિયાન સોનીવેપારી કે કારીગરો પુરતા ડોકયુમેન્ટ રજૂ કરે તો પણ હેરાનગતિ કરવામા આવી રહી છે. આ પ્રકારની કનડગતના કારણે ધંધો કરવો અસહ્ય બની ગયો છે અને ધંધો 50 ટકા થઈ ગયો છે.