Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પીએમ મોદી આજે બે દિવસની મુલાકાતે માલદીવ્સ પહોંચ્યા હતા. અહીં તેમનું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ પોતે તેમનું સ્વાગત કરવા એરપોર્ટ પર પહોંચ્યા હતા. બંને નેતાઓએ એકબીજાને ગળે પણ મળ્યા હતા.


આ પછી મોદી અને મુઇઝુએ દ્વિપક્ષીય મુલાકાત કરી હતી. આ દરમિયાન ભારતે માલદીવને 4,850 કરોડ રૂપિયાની લાઇન ઓફ ક્રેડિટ આપી હતી અને મુક્ત વેપાર કરાર વિશે વાત કરી હતી.

બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોના 60 વર્ષ પૂર્ણ થવા પર એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. આ સાથે માલદીવ્સમાં 6 સમુદાય વિકાસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા હતા.

ભારતીય પીએમની માલદીવ્સની આ ત્રીજી મુલાકાત છે. તેઓ રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુના આમંત્રણ પર માલદીવ્સ ગયા છે.