Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મેષ
પોઝિટિવ : સંપર્કના માધ્યમથી જો કોઇ જાણકારી મળે છે, તો તમારા માટે ફાયદાકારક સાબિત થશે. બાળકોને તેમની કરિયર સંબંધીત સમસ્યાનું નિરાકરણ થવાથી શાંતી અને રાહત મળશે.

નેગેટિવ : કોઇ પણ સ્થિતિમાં ભાવનાઓ પર કાબુ રાખો અને કોઇ પણ કામ સમજી વિચારીને કરો. નકામા કામમાં પૈસા બરબાદ ન થાય તેનું ખાસ ધ્યાન રાખો.

વ્યવસાય : ધંધામાં કોઇ પણ પ્રકારની કામ શરૂ કરો. તમારી મહેનત પ્રમાણે તમને પરીણામ મળશે. સેલ્સ ટેક્સ, જીએસટી વગેરેને લગતી કામગીરી ઝડપથી પૂરી કરો.કોઈ મોટા અધિકારી કે રાજનેતા સાથે તમારી મુલાકાતથી તમને ફાયદો થશે.

લવ : લગ્નજીવનમાં જે સમસ્યા ચાલી રહી છે, તેને દુર કરવાનો પ્રયાસ કરો. દોસ્તી અને મસ્તીમાં સમય બરબાદ ન કરો.

સ્વાસ્થ્ય : તીખું-તળેલુ ખાવાથી દુર રહો, નહી તો પેટની સમસ્યા થઇ શકે છે.

લકી કલર : ગુલાબી

લકી નંબર : 8
-------
વૃષભ
પોઝિટિવ : આજના દિવસે ઘરના વયો-વૃધ્ધ લોકોના આશિર્વાદ અને સ્નેહ તમારા પર રહેશે. કોઇ માંગલિક કાર્ય સંબંધીત યોજનાઓ બની શકે છે. જે કામમાં તમે તનતોડ મહેનત કરો છો, તેમાં પરિણામ જોવા મળશે.

નેગેટિવ : કોઇ મિત્ર સાથે ઝઘડો થઇ શકે છે. ખરીદી કરતી વખતે તમારા બજેટને ધ્યાનમાં રાખો નહી તો સમસ્યા થઇ શકે છે.

વ્યવસાય : પબ્લિક ડીલિંગ અને મીડિયાને લગતી પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન આપો. ઓફિસમાં અધિકારીઓ અને કર્મચારીઓ સાથે વાત કરતી વખતે યોગ્ય વર્તન રાખો, નહીંતર કેટલાક કામ અટકી શકે છે.

લવ : ઘરમાં કોઇ નવા મહેમાનના આગમનના સમાચારથી ખુશી મળશે.

સ્વાસ્થ્ય : સ્વાસ્થ્ય સારું રહેશે. વાતાવરણને કારણે સ્વાસ્થ્યમાં કોઇ લાપરવાહી ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

લકી કલર : લીલો

લકી નંબર : 6
-------
મિથુન
પોઝિટિવ : આજના દિવસે જો કોઈ મૂંઝવણ હોય તો અનુભવી વ્યક્તિની સલાહ લેવાથી ચોક્કસ ઉકેલ મળી જશે. શાંતિની શોધમાં થોડો સમય ધાર્મિક સ્થળે પણ પસાર કરો. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે.

નેગેટિવ : કોઇ કામમાં આળસ ને આત્મવિશ્વાસને કારણે સમસ્યા થઇ શકે છે. તો ઓફિસમાં કોઇ પ્રોજેક્ટમાં સફળતા ન મળે તો ચિંતા ન કરો.

વ્યવસાય : આજના દિવસે ધંધામાં સંપૂર્ણ ધ્યાન આપો. જે કામને તમે સરળ સમજો છો, તે કામ મુશ્કેલી ભર્યું રહેશે.

લવ : કામની સાથે-સાથે પરિવાર સાથે પણ સમય પસાર કરો. પ્રેમસંબંધમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્ય : કફ- શરદી અને ઉધરસને હળવાશમાં ન લો. નહી તો સમસ્યા થઇ શકે છે.

લકી કલર : બ્લૂ

લકી નંબર : 8
-------
કર્ક
પોઝિટિવ : આજનો દિવસ અનુકુળ રહેશે. ઘરની અવ્યવસ્થિત વસ્તુઓ આજે ફરીથી ગોઠવવાનું શરૂ થશે. આજના દિવસે ચોક્કસ તમને યોગ્ય સલાહ મળશે. ઘરમાં સ્વજનોની અવરજવરથી ખુશીનો માહોલ રહેશે.

નેગેટિવ : ભાઇ-બહેનના સંબંધમાં ખટાશ ન આવે તેનું ખાસ ધ્યાન રાખો. બાળકોની પ્રવૃત્તિઓ પર નજર રાખવી જરૂરી છે વાતાવરણને ધ્યાનમાં રાખીને સમય ખૂબ જ કાળજીપૂર્વક પસાર કરવો જોઈએ

વ્યવસાય : મિલકત સંબંધીત કોઇ પણ ડિલ કરતા પહેલાં પેપર જરૂર ચેક કરો. નોકરી કરતા લોકો કામને કારણે તનાવમાં રહેશે.

લવ : પારિવારીક માહોલ સારો અને ખુશ રહશે. લગ્નેતર સંબંધોથી દુર રહેવું તમારા માટે ફાયદાકારક રહેશે.

સ્વાસ્થ્ય : થાક અને ડિપ્રેશનનો અનુભવ થઇ શકે છે.

લકી કલર : ક્રિમ

લકી નંબર : 8
-------
સિંહ
પોઝિટિવ : આજના દિવસે તમે જે મુજબ આયોજન કર્યું હશે તે મુજબ કામ કરવાથી તમને સફળતા મળશે. ઘણા સમયથી મનમાં ચાલી રહેલ કોઈપણ સંઘર્ષનો અંત આવશે. તો સકારાત્મક બનીને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો.

નેગેટિવ : સાસરીયા પક્ષ સાથે કોઇ બોલાચાલી થઇ શકે છે. આજના દિવસે કોઇ પ્રોગામ ન બનાવો. નાની-નાની વાતોને નજર અંદાજ કરવી જ સારી છે.

વ્યવસાય : આજના દિવસે ધંધામાં સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. તો વિરોધીઓ તમારું મનોબળ તોડવાની કોશિશ કરશે.

લવ : પતિ-પત્ની પ્રેમ રહેશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાથી ભરેલું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્ય : સાંધાનો દુખાવાથી તમને પરેશાની થઇ શકે છે.

લકી કલર : ક્રિમ

લકી નંબર : 3
-------
કન્યા
પોઝિટિવ : અનુભવી લોકો પાસેથી અમુક જાણકારી મળશે, જે તમારા માટે ફાયદાકારક છે. છેલ્લા ઘણા સમયથી જે પારિવારીક ઝઘડો ચાલી રહ્યો છે તેનો અંત આવી શકે છે.

નેગેટિવ : જમીન બાબતે જે મુશ્કેલી ચાલી રહી છે, તેમાં સમજી-વિચારીને જ કોઇ પણ નિર્ણય લો. તમારી જે યોજના છે તેમાં આગળ વધતા પહેલાં વિચાર કરો. ક્રોધ અને ઇગોને કારણે સ્થિતી બગડી શકે છે.

વ્યવસાય : ધંધામાં આજના દિવસે વધુ મહેનત કરવાની જરૂર પડી શકે છે. નોકરી કરતા લોકો માટો આજનો દિવસ સારો રહેશે.

લવ : પતિ-પત્ની વચ્ચે આજે કોઇ વાતને લઇને ઝઘડો થઇ શકે છે. સ્વભાવમાં ફેરફાર કરવો જરૂરી છે.

સ્વાસ્થ્ય : તમારી લાપરવાહીને કારણે સ્વાસ્થ્યની સમસ્યા થઇ શકે છે.

લકી કલર : જાંબુડીયો

લકી નંબર : 6
-------
તુલા
પોઝિટિવ : મીડિયા અને સંપર્ક સુત્ર દ્રારા નવી-નવી જાણકારી મળી શકે છે, જે તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. તમે તમારી ચતુરાઈ અને સમજદારીથી કોઈપણ સમસ્યાને દૂર કરી શકશો. થોડો સમય યોગ અને ધ્યાન માટે પણ કાઢવાથી આ તમને માનસિક રીતે શાંતિ મળશે

નેગેટિવ : આજના દિવસે વાદ-વિવાદથી દૂર રહો. નહી તો તમને કોઇ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. યુવાનોને આજના દિવસે ભણવા અને કરિયરમાં જ ધ્યાન આપો.

વ્યવસાય : આજનો દિવસ ધંધાકીય કામકાજ સારો રહેશે. પરંતુ આવકવેરા, વેચાણવેરા વગેરે સંબંધિત સમસ્યા આવી શકે છે. કોઈ નવું કામ શરૂ કરવા માટે સમય હજુ અનુકૂળ નથી.

લવ : પારિવારીક લોકોની વચ્ચે પ્રેમ ભરપૂર રહેશે.

સ્વાસ્થ્ય : એલર્જી અને પેટ સંબંધીત સમસ્યા થઇ શકે છે.

લકી કલર : લીલો

લકી નંબર : 2
-------
વૃશ્ચિક
પોઝિટિવ : ભાવનાત્મક રીતે પોતાની જાતને સશક્ત રાખશો. જરૂરીયાતમંદ લોકોની મદદ કરવાથી તમને આત્મિક અને માનસિક શાંતિ મળશે. જો તમે લોન લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા, આજના દિવસે તમારી સમસ્યાનું નિરાકરણ થઇ શકે છે.

નેગેટિવ : કોઇ નજીકના વ્યક્તિ સાથે અચાનક જ કોઇ બાબતે વાદ-વિવાદ થઇ શકે છે. કોઈપણ પરિસ્થિતિમાં ગુસ્સો અને આવેગમાં આવવાને બદલે ઉકેલ શોધવાનો પ્રયાસ કરો.

વ્યવસાય : આજના દિવસે જમીન- મકાનમાં કોઇ મોટી ડીલ થવાની શક્યતા છે. ઓફિસમાં ચાલી રહેલા મતભેદો આજના દિવસે દુર થશે.

લવ : આજના દિવસે લગ્નેતર સંબંધોને કારણે ઘરની સુખ-શાંતીમાં ભંગ થઇ શકે છે.

સ્વાસ્થ્ય : ગભરાહટ અને બેચેનીનો સામનો કરવો પડી શકે છે.

લકી કલર : ગુલાબી

લકી નંબર : 9
-------
ધન
પોઝિટિવ : આજના દિવસે કેટલાક પડકારો આવશે, પરંતુ તમે તેનો ઉકેલ પણ શોધી શકશો. ઘરની કોઈપણ સમસ્યાને ઉકેલવા માટે આ યોગ્ય સમય છે. પ્રોપર્ટી સંબંધિત કોઈ કામ થશે.

નેગેટિવ : બીજાએ આપેલી સલાહ ખોટી પણ સાબિત થઇ શકે છે. તમારી કામની ક્ષમતા પર જ વિશ્વાસ રાખો. યુવાનોએ પોતાની કોઇ યોજના નિષ્ફળ જાય તો મનોબળ મજબુત રાખવું જોઇએ.

વ્યવસાય : આજના દિવસે ધંધામાં કોઇ પણ જગ્યાએ રોકાણ કરવાની ભુલ ન કરો. ઓફિસમાં કામ અને કામની રીતમાં મુશ્કેલી થઇ શકે છે.

લવ : કુટુંબ સંબંધિત કોઈપણ સમસ્યાનો શાંતિથી ઉકેલ શોધવાનો પ્રયાસ કરો. લગ્નેતર પ્રેમ સંબંધોથી દૂર રહો.

સ્વાસ્થ્ય : વાહનને સાવધાનીથી ચલાવો. કોઇ પણ જોખમ ન લો.

લકી કલર : લીલો

લકી નંબર : 6
-------
મકર

પોઝિટિવ : આજનો દિવસ મિશ્ર રહેશેઆળસ છોડો અને તમારી દિનચર્યાને પૂર્ણ ઉર્જા અને આત્મવિશ્વાસ સાથે ગોઠવો. યુવાનોએ તેમના લક્ષ્યો માટે સખત મહેનત કરવી કરવાથી ચોક્કસપણે સફળતા મળશે.

નેગેટિવ : કોઇ પણ કામ કરતા પહેલાં બજેટનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે, કોઇના કામમાં દખલઅંદાજી કરવાથી તમારી આલોચના અને નિંદા થઇ શકે છે.

વ્યવસાય : કર્મચારી તરફથી સહયોગ ન મળવાને કારણે સમસ્યા થઇ શકે છે. ઓફિસનો માહોલ સારો રહેશે.

લવ : પતિ-પત્ની વચ્ચે યોગ્ય સંબંધ રહેશે. લગ્નેતર પ્રેમ સંબંધોથી દૂર રહો નહીંતર વિવાહિત જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે.

સ્વાસ્થ્ય : વધારે ભીડવાળી જગ્યાએ જાવાનું ટાળવું જોઇએ. ઋતુને કારણે ધ્યાન રાખવું જરૂરી છે

લકી કલર : લીલો

લકી નંબર : 2
-------
કુંભ

પોઝિટિવ : ઘરમાં સંબંધીઓનું આગમન થશે અને ચાલી રહેલી ફરિયાદો પણ દૂર થશે તો સંબંધ મજબૂત થશે. તમે ભૂતકાળની ભૂલોમાંથી શીખીને વર્તમાનને સુધારવાનો પ્રયાસ કરશો.

નેગેટિવ : બાળકોની ગતિવીધીઓ અને સંગત પર ધ્યાન રાખવું જરૂરી છે, તમારી વસ્તુઓની સંભાળ તમે ખુદ જ રાખો. નકામી બાબતોમાં સમય વેડફવાને બદલે થોડો સમય તમારા પરિવાર અને અંગત કામમાં આપો.

વ્યવસાય : દૈનિક આવકમાં વધારો થઇ શકે છે. કોઇ મહત્ત્વપૂર્ણ ઓર્ડર સંબંધી શુભ સમાચાર મળી શકે છે.

લવ : લગ્નજીવનમાં ખુશી રહેશે. પ્રેમસંબંધ લગ્નમાં પરિણમી શકે છે.

સ્વાસ્થ્ય : તમારો આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચાર તમને સ્વસ્થ રાખશે. તમે તમારી અંદર યોગ્ય ઉર્જાનો અનુભવ કરશો.

લકી કલર : પીળો

લકી નંબર : 6
-------
મીન
પોઝિટિવ : વરિષ્ઠ સભ્યોના માર્ગદર્શનથી થોડા સમયથી ચાલી આવતી પારિવારિક સમસ્યાઓને ધૈર્ય અને સંયમથી ઉકેલી શકશો. ઘર પરિવર્તન સંબંધિત વિષયો પર ચર્ચા થઈ શકે છે જે હકારાત્મક પણ રહેશે.

નેગેટિવ : બિનજરૂરી ખર્ચાઓ પર કાપ મુકો, બગડતા બજેટને કારણે સમસ્યાઓ વધી શકે છે. ઘરના વરિષ્ઠ સભ્યોના માન-સન્માનનું ધ્યાન રાખો. ભાવુકતામાં બેસીને પોતાનું નુકસાન ન કરો.

વ્યવસાય : ઓફિસમાં નાની ભુલને કારણે મુશ્કેલી વધી શકે છે. ઉચ્ચ અધિકારીઓની મદદ લેવી સારી રહેશે.

લવ : પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ રહેશે. યુવાનોએ પ્રેમ સંબંધમાં પડીને પોતાના કરિયર ને અભ્યાસ સાથે સમાધાન ન કરવું જોઈએ.

સ્વાસ્થ્ય : ઠંડીને કારણે નસોમાં ખેંચાણ ને દુખાવાની સમસ્યા થઇ શકે છે.

લકી કલર : પીળા

લકી નંબર : 7