રાજસ્થાનના ઉદયપુરમાં થયેલા પેપરલીક કાંડનો રેલો બનાસકાંઠા સુધી પહોંચી શકે છે. પેપર લીકકાંડમાં જે બસમાં 45 જેટલા ઉમેદવારો તેમજ પેપરલીક કાંડના એક્સપર્ટ લોકો હતા, તેને એક ક્રેટા ગાડી એસ્કોર્ટ કરી રહી હતી. તે ગાડીનું રજીસ્ટ્રેશન બનાસકાંઠા આરટીઓમાં થયેલ છે. જો કે, આ મામલે જે ગામનું સરનામું બતાવ્યું છે તે ગામના સરપંચ પણ આવી કોઇ વ્યક્તિને ઓળખતા ન હોવાનું જણાવ્યું હતું.
કંસારી ગામના સરનામા પર ગાડીનું રજીસ્ટ્રેશન કરાવ્યું
બસમાં 45 ઉમેદવારો તેમજ પેપરલીક કાંડના એક્સપર્ટ લોકો હતા, તેને એક ક્રેટા ગાડી એસ્કોર્ટ કરી રહી હતી. જેના માલિકનું નામ સુરેશ બીસનોઈ છે અને તેણે બનાસકાંઠાના ડીસા તાલુકાના કંસારી ગામના સરનામા પર ગાડીનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારે આ મામલે ગામમાં તપાસ કરતા ગામના સરપંચ કે ડેપ્યુટી સરપંચ આવી કોઈ જ વ્યક્તિને ઓળખતા ન હોવાનું જણાવ્યું હતું.
ગામના સરપંચ પતિ ઠાકરભાઈ દેવડા અને ડેપ્યુસર સરપંચ ખેંગારભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, તેઓ આવી કોઈ જ વ્યક્તિને ઓળખતા નથી, તેમજ આવી ગાડી પણ ક્યારેય જોઈ નથી એટલે ખોટા ડોક્યુમેન્ટ પર ગાડી રજીસ્ટ્રેશન કરાવી હોય તેવું પણ ગામમાં ચર્ચાઈ રહ્યું છે.