હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટના મદદથી અમદાવાદમાં 10થી 22 વર્ષ જેટલા સમયથી લોંગ ટર્મ વિઝા(એલટીવી) પર રહેતા 40 પાકિસ્તાની સિંધી અને હિન્દુ નાગરિકોને અમદાવાદ કલેક્ટર દ્વારા ભારતની નાગરિકત્વ આપવામાં આવ્યું છે. અત્યાર સુધી આ ટ્રસ્ટની મદદથી અમદાવાદમાં વસતા પાકિસ્તાની મૂળના સિંધી અને હિન્દુ 1032 જેટલા લોકોને ભારતીય નાગરિકત્વ આપવવામાં આવ્યું છે.
સેતુની કામગીરી કરવામાં આવશે
આ માહિતી આપતા હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટના અધ્યક્ષા ડિમ્પલ વરિદાનીએ જણાવ્યું કે, પાકિસ્તાનમાં રહેતા સિંધી અને હિન્દુ નાગરિકો મોટી સંખ્યામાં અમદાવાદ સહિત દેશના અન્ય શહેરોમાં વિસ્થાપિત થયા છે. ત્યારે ટ્રસ્ટ દ્વારા આ નાગરિકોને ભારતનું નાગરિકત્વ મળી રહે તે માટે સિટીઝન ફોર્મ ભરવાની સાથે કલેક્ટર ઓફિસ અને નાગરિકો વચ્ચે સેતુની કામગીરી કરવામાં આવે છે.