કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ IPLની 48મી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC)ને 14 રનથી હરાવી દીધું છે. ટીમ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 8 વર્ષ બાદ જીતી છે. છેલ્લી જીત 2017ની સીઝનમાં મળી હતી.
મંગળવારે દિલ્હીએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી. કોલકાતાએ 20 ઓવરમાં 9 વિકેટે 204 રન બનાવ્યા. કોલકાતાએ 28મી વખત 200 પ્લસ સ્કોર બનાવ્યો. 205 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહેલી દિલ્હી 20 ઓવરમાં 9 વિકેટે 190 રન બનાવી શકી. ફાફ ડુ પ્લેસિસે 62, અક્ષર પટેલે 43 અને વિપરાજ નિગમે 38 રન બનાવ્યા.
KKR તરફથી સુનીલ નારાયણે 3 વિકેટ ઝડપી. તેણે કેએલ રાહુલને રનઆઉટ પણ કર્યો. વરુણ ચક્રવર્તીને 2 વિકેટ મળી. અનુકૂલ રોય, વૈભવ અરોરા અને આન્દ્રે રસેલને એક-એક વિકેટ મળી. અંગક્રિશ રઘુવંશીએ 44, રિંકુ સિંહે 36 રનનું યોગદાન આપ્યું. દિલ્હીના મિચેલ સ્ટાર્કે 3 વિકેટ ઝડપી.
17મી ઓવરમાં દિલ્હીએ 150 રનનો આંકડો પાર કર્યો છે. હર્ષિત રાણાની ઓવરના ત્રીજા બોલ પર વિપરાજ નિગમે ચોગ્ગો ફટકારીને સ્કોર 150 પાર પહોંચાડ્યો.