સુરત જિલ્લામાં દિન પ્રતિદિન તસ્કરોનો તરખાટ વધી ગયો છે. તસ્કરો એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસ અને લોકોની ઊંઘ હરામ કરી રહ્યા છે. ત્યારે વધુ એક તસ્કરો પલસાણા તાલુકામાં ખાતર પાડવા ગયા હતા. મોડી રાત્રે મંદિરમાં ચોરી કરવા આવેલા બે તસ્કરોને સ્થાનિકોએ રંગે હાથ ઝડપી બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. જે બાદ પોલીસને સોંપ્યાં હતા. જે સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે.
પલસાણા તાલુકાના ગાંગપુર આવેલા આવે રામજી મંદિરને બે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મોડી રાત્રે ત્રણ વાગ્યાના અરસામાં મંદિરમાં પ્રવેશી ખીખાખોળી કરી રહ્યા હતા. તે દરમિયાન સ્થાનિકો જાગી ગયા હતા. જેથી સ્થાનિકોએ બન્ને તસ્કરોને રંગે હાથ ઝડપી લીધા હતા અને બરાબર મેથીપાક ચખાડી પલસાણા પોલીસને જાણ કરી હતી.
ગાંગપુર ગામના સ્થાનિકોએ બન્ને તસ્કરોને રંગે હાથ ઝડપી લીધા હતા અને બરાબર મેથીપાક ચખાડી પલસાણા પોલીસને જાણ કરી હતી. પલસાણા પોલીસ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી અને બન્ને તસ્કરોનો કબજો લઇને અત્યાર સુધીમાં કેટલી ચોરી કરી, અન્ય કેટલા ઈસમો સંડોવાયેલા છે એ દિશામાં પૂછપરછ હાથ ધરી હતી. ત્યારે તસ્કરોને ગ્રામજનોએ રંગે હાથ ઝડપ્યાના લાઈવ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.