પોરબંદર શહેરના કર્લી પુલ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં હાઈ સ્પીડે આવતી કારે ગંભીર અકસ્માત સર્જતા ત્રણ જેટલા મોટરસાયકલને હડફેટે લેતા કુલ ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે એકનું મોત નિપજ્યુ છે.
પોરબંદર શહેરના કર્લી પુલ પર રાત્રીના સમયે એક હોન્ડા સીટી કાર જેના રજીસ્ટ્રેશન નંબર GJ 25 J 4303 એ ગંભીર અક્સમાત સર્જયો હતો.આ અક્સમાતમાં કારે ત્રણ જેટલા વાહન ચાલકોને હડફેટે લેતા કુલ પાંચ જેટલા વ્યકતિઓ ઈજાગ્રસ્ત થયા હતા.જે પૈકી કારે મોટરસાયકલોને ટક્કર મારતા બે લોકો પુલની નીચે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.પાણીમાં પડેલા બંને વ્યક્તિઓને પોરબંદર ફાયર બ્રિગેડની ટીમ દ્રારા રેસ્કયુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા.ત્યાર બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે શહેરની સરકારી ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જેમા સારવાર દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ અને ટીઆરબી તરીકે ફરજ બજાવતી શિવાની લાખાણી નામની યુવતીનુ મોત નિપજ્યું હતુ.