Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ સહિત 5 રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. કેટલાક ઉમેદવારોનાં નામ જાહેર થઈ ગયાં છે અને કેટલાકના બાકી છે. દરમિયાન 3 મુખ્ય રાજ્ય (મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ)માં છેલ્લી 2 વિધાનસભા ચૂંટણી (2018 અને 2013)ના કુલ 8,608 ઉમેદવાર અને 1038 ધારાસભ્યની ઉંમર અને રાજકારણનું કનેક્શન ચકાસ્યું તો કેટલાક રોચક આંકડા જાણવા મળ્યા હતા. ચૂંટણીજંગમાં રાજકારણના ‘વડીલ’ ખેલાડીઓનો યોગદાન સૌથી શ્રેષ્ઠ છે. છેલ્લી 2 ચૂંટણીમાં આ 3 રાજ્યમાં સૌથી વધુ 2,599 ઉમેદવાર 41-50 વયજૂથના હતા પરંતુ છેલ્લાં 10 વર્ષમાં બનેલા 1,038 ધારાસભ્યમાંથી સૌથી વધુ 361 ધારાસભ્ય 51-60 વયજૂથના છે. 61 વર્ષથી વધુ વયના લોકોનો સક્સેસ રેટ 23% રહ્યો, જે સૌથી શ્રેષ્ઠ છે. 2018 અને 2013ની વિધાનસભા ચૂંટણીનું અલગ અલગ વિશ્લેષણ કરતાં પણ આ જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. એડીઆર પ્રમાણે 2018માં મધ્યપ્રદેશના 230માંથી 92 ધારાસભ્યની ઉંમર 51-60 વચ્ચેની છે.

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં છેલ્લી 2 વિધાનસભા ચૂંટણીમાં 25-30 વયજૂથના 1,059 ઉમેદવાર મેદાને ઉતર્યા, તેમાંથી 23 જ જીતી શક્યા. 31-40 વયજૂથના 2,446એ નસીબ અજમાવ્યું, તેમાંથી 148 જીત્યા. 41-50 વયજૂથના 2,599માંથી 299, 51-60 વયજૂથના 1,609માંથી 361, 61-70 વયજૂથના 764માંથી 163, 71થી 80 વયજૂથના 123માંથી 40 અને 81થી વધુ ઉંમરના 8માંથી 4 જીત્યા હતા.