Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

બુધવારે આફ્રિકન દેશ ઘાનામાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં રક્ષા મંત્રી એડવર્ડ ઓમાન બોમાહ અને પર્યાવરણ મંત્રી ઇબ્રાહિમ મુર્તલા મોહમ્મદ સહિત આઠ લોકોના મોત થયા હતા. ઘાના સરકારે આ અકસ્માતને "રાષ્ટ્રીય દુર્ઘટના" ગણાવી છે.


આ અકસ્માતમાં ઘાનાના કાર્યકારી નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સંયોજક અલ્હાજી મોહમ્મદ મુનિરુ લિમુના, નેશનલ ડેમોક્રેટિક કોંગ્રેસના ઉપપ્રમુખ સેમ્યુઅલ સરપોંગ અને ભૂતપૂર્વ સંસદીય ઉમેદવાર સેમ્યુઅલ અબોઆગેનું પણ મૃત્યુ થયું હતું.

હેલિકોપ્ટરમાં કુલ પાંચ મુસાફરો અને ત્રણ ક્રૂ મેમ્બર હતા. ઘાનાની સેનાએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટર સવારે 9:12 વાગ્યે રાજધાની અક્રાથી ઉડાન ભરી હતી અને સોનાની ખાણકામવાળા શહેર ઓબુઆસી તરફ જઈ રહ્યું હતું, જ્યાં એક રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાવાનો હતો. આ દરમિયાન અચાનક તેનો સંપર્ક તૂટી ગયો.

રાષ્ટ્રપતિ જોન મહામાના ચીફ ઓફ સ્ટાફ જુલિયસ ડેબ્રાહે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે,રાષ્ટ્રપતિ અને સરકાર આ દુ:ખદ અકસ્માતમાં જીવ ગુમાવનારા અમારા સાથીદારોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. આગામી સૂચના સુધી દેશભરમાં ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.

ઘાનાની સેનાના જણાવ્યા અનુસાર, બુધવારે સવારે રાજધાની અક્રાથી ઉડાન ભર્યા પછી હેલિકોપ્ટર રડાર પરથી ગાયબ થઈ ગયું હતું. અકસ્માતના કારણો હજુ સુધી જાણી શકાયા નથી.