Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મેષઃ-

પોઝિટિવઃ- ઘર-પરિવાર તથા વેપારમાં યોગ્ય તાલમેલ રહેશે. ભાવનાત્મક રૂપથી પોતાને મજબૂત અનુભવ કરશો. થોડો સમય બગીચામાં પ્રકૃતિની નજીક રહો. તેનાથી તમને નવી ઊર્જા મળી શકશે.

નેગેટિવઃ- ક્યારેક કોઈ વાત ઉપર જિદ્દ કરવાથી તમારા માટે મુશ્કેલીઓ વધી શકે છે. એટલે સ્વભાવમાં થોડું લચીલાપણુ જાળવી રાખવું. કોઇ પરેશાનીમાં નજીકના મિત્ર સાથે ચર્ચા-વિચારણાં કરવી તમારી સમસ્યાઓનો ઉકેલ મળી શકે છે.

વ્યવસાયઃ- તમે જો કોઈ નવું કામ શરૂ કર્યું છે તો હાલ થોડા વિઘ્ન આવી શકે છે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- કોઈપણ નિર્ણય લેતા પહેલાં તેની સંપૂર્ણ યોજના તૈયાર કરી લેવાથી કોઈ ભૂલ થવાની શક્યતા રહેશે નહીં. કોઈ સમાજ સેવી સંસ્થામાં સહયોગ કરવો તમને માનસિક અને આત્મિક રૂપથી સુખ આપી શકે છે.

નેગેટિવઃ- ભાઈઓ કે મામા પક્ષ સાથે સંબંધોમાં વિવાદ ઊભો થાય નહીં તેનું ધ્યાન રાખો. તેની નકારાત્મક અસર તમારા સંબંધો તથા તમારી માનસિક શાંતિ ઉપર પડી શકે છે. બહારની ગતિવિધિઓમાં સમય ખરાબ ન કરશો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ પહેલાની જેમ જ ચાલતી રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ અને ગળું ખરાબ થવાની સ્થિતિ રહી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- ઘરમાં કોઈ ધાર્મિક ગતિવિધિ સંપન્ન થઈ શકે છે. જેથી પોઝિટિવ વાતાવરણ રહેશે. ઘરમા વડીલોનો આશીર્વાદ અને સહયોગ પણ તમારા માટે ભાગ્યોદયકારક સાબિત થશે. તેમની દેખરેખ અને સેવાભાવ રાખવો તમારી જવાબદારી છે.

નેગેટિવઃ- ક્યારેક તમારો ગુસ્સો તમારા બનતા કાર્યોને ખરાબ કરી શકે છે. બાળકો માટે પણ તકલીફદાયક સ્થિતિ ઊભી થઈ શકે છે. તમારી આ ઊર્જાને પોઝિટિવ રૂપમાં પ્રયોગમા લાવો. આ સમયે કોઈ પ્રકારની અવરજવર કરવી પણ યોગ્ય નથી.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ આજે થોડી ધીમી રહી શકે છે.

લવઃ- લગ્ન સંબંધ તમારા પારિવારિક જીવનમાં પરેશાનીઓ લાવી શકે છે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશરને લગતી પરેશાનીથી રાહત મેળવવા માટે તમારી દિનચર્યા અને ખાનપાન વ્યવસ્થિત રાખો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- તમારો તમારા કામ પ્રત્યે પૂર્ણ સહયોગ તમારા અનેક કાર્યોને ઉકેલવામાં સક્ષમ રહેશે. સામાજિક તથા પારિવારિક ગતિવિધિઓમાં પણ તમારું યોગ્ય યોગદાન રહેશે. જો ઘરમાં સુધારને લગતી કોઈ યોજના બની રહી છે તો વાસ્તુ પ્રમાણે તેનું પાલન કરો.

નેગેટિવઃ- આજે મનમાં થોડી વિચલિત સ્થિતિ રહેશે એટલે અન્ય લોકોની વાતોમાં ન આવીને તમારા કામથી કામ રાખો. નહીંતર વાદ-વિવાદ અને ઝઘડા જેવી સ્થિતિ બની શકે છે. કોર્ટ કચેરીને લગતા મામલાઓ ટાળો તો સારું રહેશે.

વ્યવસાયઃ- તમારી વ્યવસાયિક યોજનાઓ તથા કાર્ય પ્રણાલી કોઇ સામે જાહેર ન કરો

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં થોડો તણાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- હળવું તથા સાદું ભોજન કરો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ પરિવારના લોકો સાથે હાસ્ય-મનોરંજનમાં પસાર થવાથી તમે પોતાને પોઝિટિવ અનુભવ કરશો. કોઈ કાર્યમાં રિસ્ક લેવું તમારા માટે લાભને લગતી સ્થિતિ પણ બનાવશે. આર્થિક સ્થિતિ સારી રહેશે.

નેગેટિવઃ- તમારી અંદર ઈગો અને જિદ્દ જેવા સ્વભાવને આવવા દેશો નહીં. જો તમારા આ સ્વભાવને પોઝિટિવ રૂપમા ઉપયોગ કરશો તો તમારા માટે સારું વાતાવરણ બની શકે છે. હાલ નવી યોજનાઓને શરૂ કરતા પહેલાં ટાળો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સમય ન આપી શકતા હોવા છતાં દરેક કામ યોગ્ય રીતે ચાલતા રહેશે.

લવઃ- પ્રેમી/પ્રેમિકા એકબીજાના સંબંધોમાં યોગ્ય તાલમેલ જાળવી રાખે

સ્વાસ્થ્યઃ- ઘૂંટણ અને સાંધામાં દુખાવાની જૂની સમસ્યા ફરી થઈ શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે આરમ તથા પરિવાર સાથે દિવસ પસાર કરવાના મૂડમાં રહેશો. સાથે જ સંતાનને લગતા કોઈ શુભ સમાચાર મળવાથી મનમાં પ્રસન્નતા રહેશે. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ વિશ્વાસ જાળવી રાખો, તેનાથી પોઝિટિવ ઊર્જાનો સંચાર થઇ શકે છે.

નેગેટિવઃ- ખોટી ગતિવિધિઓમાં સમય નષ્ટ ન કરો. અકારણ જ કોઇ મિત્રો સાથે વિવાદની સ્થિતિ બની શકે છે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ પ્રત્યે વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. નહીંતર બેદરકારીની અસર તમારા પરિણામ ઉપર પડી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ હાલ ધીમી જ રહી શકે છે.

લવઃ- પતિ-પત્નીની એકબીજા પ્રત્યે પૂર્ણ સમર્પણની ભાવના રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- જો કબજિયાત કે બવાસીર જેવી તકલીફ હોય તો યોગ્ય ઇલાજ કરાવો

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- ઘરનું વાતાવરણ પોઝિટિવ જાળવી રાખવામા તમારું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે. ઘરના વડીલોનો પણ સ્નેહ અને આશીર્વાદ પણ રહેશે. વિદ્યાર્થીઓએ પોતાની મહેનત અને વિશ્વાસથી કોઈ પ્રતિસ્પર્ધાને લગતા કાર્યોમાં સરળતા મળી શકે છે.

નેગેટિવઃ- આ સમયે તમારી આર્થિક સ્થિતિ ઉપર ધ્યાન આપવું જરૂરી છે. આવકની અપેક્ષાએ ખર્ચ વધારે રહેશે. ક્યારેક વધારે પ્રાપ્તિની ઇચ્છા અને કામ પ્રત્યે ઉતાવળ બંને જ તમારા માટે નુકસાનદાયી સાબિત થઈ શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં કોઈ નવા કામની શરૂઆત કરવાની યોજના બનાવી રહ્યા છો તો તેના ઉપર ગંભીરતાથી વિચાર કરો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- ઇમ્યૂન સિસ્ટમ મજબૂત રાખો.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- સંબંધીઓને લગતા કોઈ વિવાદના મામલે ઉકેલવામાં તમારો નિર્ણય સર્વોપરિ રહેશે. જો ઘરના પરિવર્તનને લગતી કોઈ યોજના બની રહી છે તો તેના અંગે ગંભીરતાથી વિચાર કરો. આ સમયે પરિવર્તન દાયક ગ્રહ સ્થિતિ રહેશે.

નેગેટિવઃ- કોઈ મૂલ્યવાન વસ્તુ ખોવાઈ જવાની સ્થિતિ બની રહી છે. કેમ કે થોડી બેદરકારી નુકસાન આપી શકે છે. આ સમયે નવી યોજનાઓ ઉપર વધારે સુધાર લાવવાની જરૂરિયાત છે. ઓફિસમાં કોઈ નવું કામ તમારા ઉપર આવી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં પ્રત્યેક ગતિવિધિમાં તમારી હાજરી હોવી જરૂરી છે.

લવઃ- પ્રેમ સંબંધોને પારિવારિક મંજૂરી મળવાથી જલ્દી જ લગ્નમાં પરિણિત થવાનો અવસર મળશે.

સ્વાસ્થ્યઃ- એસિડિટી અને ગરમીના કારણે ગભરામણ અને બેચેની રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- ભાવનાઓની જગ્યાએ દિમાગથી કામ લેવું. તેનાથી તમે તમારા કાર્યો પ્રત્યે વધારે યોગ્ય રીતે નિર્ણય લઈ શકશો. વિદ્યાર્થીઓને પણ કોઈ પ્રોજેક્ટને પૂર્ણ કરવાથી કોઈ સારી તક મળી શકે છે.

નેગેટિવઃ- કોઈ સંબંધીની દખલ થવાથી પરિવારમાં થોડો તણાવ ઊભો થઈ શકે છે. અન્ય લોકોની વાતોમાં આવશો નહીં. બાળકો સાથે સહયોગાત્મક વ્યવહાર કરશો. તમારું વધારે અનુશાસન રાખવું તેમને જિદ્દી બનાવી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં પબ્લિક ડીલિંગને લગતા કાર્યોમાં પોઝિટિવ પરિણામ મળી શકે છે.

લવઃ- લગ્નજીવન મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સમયે-સમયે બ્લડ પ્રેશર વગેરેની તપાસ કરાવતા રહો.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- ઘણાં સમયથી કોઈ અટવાયેલું કામ આજે પૂર્ણ થઈ શકે છે. એટલે તમારું ધ્યાન તેના ઉપર કેન્દ્રિત રાખો. નજીકના સંબંધીઓ સાથે મળીને કોઈ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણાં કરો તમને સારું પરિણામ મળી શકશે.

નેગેટિવઃ- તમારા સ્વભાવ અને વિચારો ઉપર નિયંત્રણ રાખો. પરિસ્થિતિ થોડી પ્રતિકૂળ થવાથી તમારા ઉપર તણાવ અને ગુસ્સો હાવી થઈ શકે છે. અજાણ્યા લોકો ઉપર વિશ્વાસ ન કરો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં કોઈપણ લેવડ-દેવડ પાક્કા બિલ દ્વારા જ કરો.

લવઃ- પતિ-પત્ની કામમાં વ્યસ્ત હોવા છતાંય એકબીજા માટે સમય કાઢી શકશે.

સ્વાસ્થ્યઃ- થાકના કારણે સ્વભાવ ખરાબ થઈ શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આજે બપોર પછી વધારે લાભની સ્થિતિ બની રહી છે. તમારી યોગ્યતા અને પ્રતિભા ઉપર વિશ્વાસ કરો. પરિવારના કોઇ વડીલ સભ્ય દ્વારા પણ કોઈ યોગ્ય સલાહ મળી શકે છે.

નેગેટિવઃ- ક્યારેક તમારી બેદરકારી અને મોજ-મસ્તીના કારણે અનેક બનતા કાર્યો અટકી પણ શકે છે. સાથે જ, થોડા લોકોના મનમાં તમારા પ્રત્યે ગેરસમજ પણ ઊભી થઈ શકે છે. તમારા સ્વભાવમાં પરિપક્વતા જાળવી રાખો.

વ્યવસાયઃ- આજે બહારની ગતિવિધિઓ તથા માર્કેટિંગને લગતા કાર્યોને ટાળો તો સારું રહેશે.

લવઃ- તમારા સ્વભાવની ભાવુકતા અને મધુરતા પ્રેમ સંબંધને ગાઢ બનાવશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- પરિવારમાં થોડા સમયથી ચાલી રહેલી ગેરસમજ આજે તમારી દખલ દ્વારા દૂર થશે. પિતા કે પિતા સમાન કોઈપણ વ્યક્તિની સલાહનું પાલન કરવું તમારા માટે હિતકારી રહેશે.

નેગેટિવઃ- આળસના કારણે તમારા થોડા બનતા કાર્યો અટકી પણ શકે છે. તમારી શારીરિક ક્ષમતાને મજબૂત રાખો. તમારા લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. કોઈ સાથે ખરાબ કે કઠોર ભાષાનો ઉપયોગ કરવાનું ટાળો.

વ્યવસાયઃ- વેપારમાં હાલ વધારે નફાની આશા ન કરશો.

લવઃ- કુંવારા લોકો માટે લગ્ન સંબંધ આવે તેવી શક્યતા છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.