અમદાવાદના સિરિયલ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાંથી ફરાર થવા માટે 200 ફૂટની સુરંગ ખોદી હતી. આ સમયે તેમનો ભાગવાનો પ્રયાસ નિષ્ફળ થયો હતો. આ બાબતે રાજ્ય સરકાર વતી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીના અનુસંધાને હાઈકોર્ટે 24 આરોપીઓ સામે આરોપનામું ઘડીને કેસ ચલાવવા માટે મંજુરી આપી દીધી છે. આ કેસમાં 14 આરોપીઓને સિરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યાં હતાં.
હાઈકોર્ટમાં સુરંગકાંડના કેસની સુનાવણી હાથ ધરાઈ હતી
હાઈકોર્ટના જસ્ટીટ વેભવી નાણાવટીએ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, 24 કેદીઓ સામે પ્રથમદર્શી કેસ બને છે. આ તબક્કે રાજ્યના કેદીના સંદર્ભમાં પુરાવાની તપાસ કર્યા વિના આરોપીઓને આરોપો અને તેમની સામે મૂકવામાં આવેલા આરોપોમાંથી મુક્ત કરી શકાય તેમ નથી. સેશન્સ કોર્ટ પ્રથમ તબક્કે એવું કહી શકે નહીં કારણ કે પ્રથમ દ્રષ્ટિએ જ્યારે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 227 હેઠળ આરોપ ઘડવાનો હોય છે.
સાબરમતી જેલમાં 2013માં સુરંગ ખોદાઈ હતી
16 એપ્રિલ 2016ના રોજ અમદાવાદ સેશન્સ કોર્ટ દ્વારા સુરંગ ખોદવાના કેસમાં તમામ 24 આરોપીઓને મુક્ત કરવાના આદેશને પડકારતી રાજ્ય સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી વિશેષ અરજીની સુનાવણી હાઈકોર્ટમાં ચાલી રહી હતી.2013માં એક જેલ અધિકારીને સાબરમતી જેલમાં ખોદવામાં આવેલી સુરંગ જોવા મળી હતી. ત્યાર બાદ 24 કેદીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. બીજી બાજુ અન્ય આરોપો ઉપરાંત 130ની કલમ 14 કેદીઓ આતંકવાદી હોવાના આરોપોનો સામનો કરી રહ્યા હતાં એ આધાર પર લગાવવામાં આવી હતી.