Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

હાલ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે આજે 18 નવેમ્બરના રોજ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, સોનાનો ભાવ ₹1,558 ઘટીને ₹1,21,366 પ્રતિ 10 ગ્રામ થયો હતો. અગાઉ, સોનાનો ભાવ ₹1,22,924 પ્રતિ 10 ગ્રામ હતો. અમદાવાદમાં આજે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ₹123710 છે.

આ દરમિયાન ત્રણ ટ્રેડિંગ દિવસોમાં સોનાનો ભાવ ₹5,188 ઘટ્યો હતો. ગુરુવાર, 13 નવેમ્બરના રોજ, સોનું ₹126,554 પર હતું. શુક્રવાર અને સોમવારે પણ સોનાના ભાવમાં ઘટાડો થયો હતો, જ્યારે શનિવાર અને રવિવારે બજાર બંધ હતું.

ચાંદીના ભાવ ₹3,083 ઘટીને ₹1,51,850 પ્રતિ કિલોગ્રામ થયા. અગાઉ, તેનો ભાવ ₹1,54,933 પ્રતિ કિલોગ્રામ હતો. ત્રણ ટ્રેડિંગ દિવસોમાં, ભાવ ₹10,880 ઘટ્યો છે. ગયા ગુરુવારે, તે ₹1,62,730 પર હતી.