સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, સોમવારે, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 741 રૂપિયા ઘટીને 1,00,201 રૂપિયા થયો છે. શુક્રવારે, તેની કિંમત 1,00,942 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી.
તે જ સમયે, એક કિલો ચાંદીનો ભાવ 424 રૂપિયા ઘટીને 1,14,308 રૂપિયા પ્રતિ કિલો થયો છે. શુક્રવારે ચાંદી 1,14,732 રૂપિયા પ્રતિ કિલો હતી. શુક્રવારે સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,01,406 રૂપિયાના ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચી ગયો હતો,. તે જ સમયે 23 જુલાઈના રોજ ચાંદીનો ભાવ 1,15,850 રૂપિયા પ્રતિ કિલોના ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચ્યો હતો.