ભારતને આત્મનિર્ભર બનાવવાના મિશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્યોગોને રાહત આપવા જીએસટી દરોના સરળીકરણ સાથે ઘટાડાના આપેલા સંકેત અને બીજી તરફ અમેરિકા પરની નિર્ભરતા ઘટાડીને રશિયા સહિતના દેશોના સંગઠન સાથે દ્વીપક્ષી વેપાર વધારવાને મહત્વ આપતાં અને ચીન સાથે સંબંધો સુધારવાના પોઝિટીવ પરિબળે આજે ફોરેન ફંડો અને લોકલ ફંડો બન્નેની ખરીદીએ આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં તેજીનો દોર આગળ વધ્યો હતો.
વૈશ્વિક મોરચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત પર 50% ટેરિફ લાદીને ભારતને રશીયાથી દૂર કરવાના પ્રયાસ છતાં યુક્રેન મામલે હજુ ગૂંચવાયેલું રહેતાં અને જેકશન હોલ કોન્ફરન્સ પૂર્વે યુ.એસ. ફેડરલ આ વખતે ફુગાવાના જોખમને મહત્વ આપીને રેટ કટ કરવાથી દૂર રહેશે એવા ઘણા નિષ્ણાંતોના મતે વૈશ્વિક બજારોમાં સાવચેતી સામે સ્થાનિક શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
અમેરિકામાં ફેડરલ રિઝર્વના અધ્યક્ષે સપ્ટેમ્બરમાં વ્યાજના દરમાં ઘટાડો કરવામાં આવશે એવા સંકેતો તેના પગલે બોન્ડ યીલ્ડ તથા વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં ઝડપી ઘટાડો નોંધાતા ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં વધારો નોંધાયો હતો, જયારે વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવ વધ્યા પછી ફરી ઘટાડા તરફી રહ્યા હતા.