Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વર્ષ 2026-27માં નવી કોલેજોની મંજૂરી પ્રક્રિયા માટે રાજ્ય સરકારના ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ હેઠળ અમલવારી શરૂ કરી છે. આ સંદર્ભે આજે બોર્ડ ઓફ ડીન્સની બેઠક મળી હતી, જેમાં રાજકોટ, મોરબી, જામનગર, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં કયા અભ્યાસક્રમોને મંજૂરી આપવી તે મુદ્દે ચર્ચા થઈ. હવે નવી કોલેજોની મંજૂરી સીધી રાજ્ય સરકાર આપશે, જ્યારે યુનિવર્સિટીનો રોલ માત્ર લોકલ ઇન્કવાયરી કમિટીની તપાસ અને સક્ષમ સત્તા મંડળમાં મંજૂરી સુધી મર્યાદિત રહેશે. ઓનલાઇન પ્રક્રિયાથી નવી કોલેજોની મંજૂરીમાં લાલીયાવાડી નહીં ચાલે તે નક્કી છે અને સમગ્ર પ્રક્રિયા વધુ પારદર્શક તથા ઝડપી બનશે.


એક મહિનાની અંદર નવી કોલેજ શરૂ કરવા માટેની દરખાસ્ત મંગાવવાની રહેશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ આવ્યા પછી નવો સ્ટેચ્યુટ અમલમાં છે. જે અંતર્ગત જે ટ્રસ્ટ નવી કોલેજ શરૂ કરવા માગતું હોય તેમના માટે સ્ટેચ્યુટની જોગવાઈ મુજબ 31 ઓગસ્ટ સુધીમાં વર્તમાનપત્રમાં જાહેરાત આપવાની છે. એક મહિનાની અંદર નવી કોલેજ શરૂ કરવા માટેની દરખાસ્ત મંગાવવાની રહેશે. જે બાદ નવી કોલેજ શરૂ કરવા માટે રાજ્ય સરકારના ક્રાઇટેરિયા મુજબ કોજન્ટ સોફ્ટવેર ઉપર કોલેજોએ પોતાની માહિતી અપલોડ કરવાની રહેશે.

જે બાદ તે દરખાસ્ત બોર્ડ ઓફ ડીન્સ, એકેડમીક કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ સહિતના સતામડળોમાં મંજૂર કરાવવાની રહેશે. જે બાદ નવી કોલેજો માટેની દરખાસ્ત રાજ્ય સરકારને મોકલવામાં આવશે. જે બાદ રાજ્ય સરકાર આ કોલેજને લેટર ઓફ ઈન્ટેન્ટ આપશે. જેથી આ રીતે સ્ટેચ્યુટની જોગવાઈ મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.