Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આજે 28 નવેમ્બરના રોજ વિવાહ પંચમી એટલે શ્રીરામ અને સીતા માતાના લગ્નની તિથિ છે. શ્રીરામ, સીતા અને લક્ષ્મણ વનવાસમાં હતાં, તે સમયની એક ઘટના છે. આ ઘટનામાં શ્રીરામજીએ સંદેશ આપ્યો છે કે પતિએ પણ પતિનીના કાર્યોમાં મદદ કરવી જોઈએ, આવું કરવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ જળવાયેલો રહે છે.


રામાયણમાં શ્રીરામ, સીતા અને લક્ષ્મણનો વનવાસકાળ ચાલી રહ્યો હતો. દેવી સીતા રોજ સવારે વનમાંથી સુંદર ફૂલો તોડીને લાવતી અને ફૂલોથી શ્રીરામનો શણગાર કરતી હતી. સીતા માટે શ્રીરામ માત્ર પતિ જ નહીં, પરંતુ ભગવાનનું જ સ્વરૂપ હતાં.

એક દિવસ દેવી સીતાનું એ કામ શ્રીરામે કરી દીધું. શ્રીરામ વનમાં ફૂલ તોડીને લાવ્યાં અને તેનાથી આભૂષણ બનાવીને દેવી સીતાને પહેરાવી દીધાં. આ જોઈ સીતાજી ખૂબ જ પ્રસન્ન થયા અને આશ્ચર્ય ચકિત થઈ ગઈ.

દેવીએ શ્રીરામને પૂછ્યું કે આજે તમે મારું કામ શા માટે કરી રહ્યાં છો?

શ્રીરામજીએ તે સમયે સીતાજીને જે કહ્યું હતું, તે વાત આજે પણ પતિ-પત્ની વચ્ચે પ્રેમ જાળવી રાખવાનો મૂળ મંત્ર છે. શ્રીરામજીએ સીતાને કહ્યું હતું કે લગ્નજીવનમાં પતિ-પત્ની બંને એક સમાન હોય છે. પતિ-પત્નીના કામ અલગ-અલગ રહે છે, પરંતુ ક્યારેય પતિએ પત્નીના કાર્યોમાં મદદ કરવી જોઈએ. પતિએ એવું વિચારવું જોઈએ નહીં કે હું પુરૂષ છું, એટલે પત્નીના કાર્યો કરીશ નહીં. જ્યારે પતિ-પત્ની બંને એકબીજાને મહત્ત્વ આપશે, એક સમાન માનશે તો એકબીજા સાથે પ્રેમ જળવાયેલો રહેશે.

આ કિસ્સામાં શ્રીરામજીએ બોધપાઠ આપ્યો કે જો કોઈ મહિલા ઘરનું કામ કરી રહી છે તો પતિએ પણ ક્યારેય-ક્યારેક ઘરના કાર્યોમાં મદદ કરવી જોઈએ. આવું કરવાથી બંને વચ્ચે પ્રેમ અને સન્માન જળવાયેલું રહે છે.