હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાતના વાતાવરણને લઈને આગાહી કરવામાં આવી છે. જે મુજબ આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના ચાર જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ સાથે આંધી વંટોળની શક્યતાઓ છે. જેમાં કચ્છ, સાબરકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ધૂળની ડમરી ઉડશે. આ ઉપરાંત હાલમાં ગુજરાત રાજ્યના એક પણ જિલ્લામાં આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદની શક્યતા નથી, પરંતુ અરબ સાગરમાં હલચલને કારણે કચ્છના અખાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આગામી ચાર દિવસ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ સાથે જ દરિયામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે