રાજકોટવાસીઓને દિવાળી ભેટ રૂપે એર ઇન્ડિયા દ્વારા દિલ્હીની સવારની ફ્લાઈટ શરૂ થવા જઈ રહી છે. આગામી 26 ઓક્ટોબર એટલે દિવાળી પછી રાજકોટથી દિલ્હીની સવારની ફલાઇટ ઉડાન ભરવા જઈ રહી છે. આ ફલાઇટ શરૂ થતાંની સાથે રાજકોટનાં વેપારીઓ અને ઉદ્યોગકારોને સવારે ફ્લાઇટમાં દિલ્હી પહોંચી સાંજની દિલ્હીની ફ્લાઇટમાં પરત આવવાની સુવિધા મળશે. આ ફ્લાઈટનો સમય સવારે 10.10 વાગ્યાનો રહેશે. હાલ રાજકોટથી દિલ્હી જવા માટે સાંજની 2 ફ્લાઇટ ઉડાન ભરી રહી છે, જે વધીને હવે 3 થશે. રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને એની 25 લાખ જેટલી વસ્તી છે અને અહીં શહેરમાં તેમજ આસપાસ 2 લાખ જેટલા MSME એટલે કે, નાના ઉદ્યોગો આવેલા છે, જેથી રાજકોટથી દિલ્હીની સવારની ફ્લાઈટ શરૂ થતા નાના ઉદ્યોગકારો અને વેપારીઓને ફાયદો થશે.
મુંબઈ અને દિલ્હી સાથે વધુ એક નવી દિલ્હી માટેની ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. જેનો સમય સવારે 10:10 વાગ્યાનો રહેશે. વિન્ટર શેડ્યુલમાં એર ઇન્ડિયાની 2 દિલ્હી અને 2 મુંબઈ માટેની ફ્લાઈટ ઉડાન ભરશે. હાલના તબક્કામાં મુંબઈ માટેની સવારની ફ્લાઈટ થોડા દિવસો માટે બંધ કરાઈ છે, જે 1 ઓક્ટોબરથી ફરીથી શરૂ થઈ જશે.