Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતને વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે 2048 સુધી રાહ જોવી પડશે નહીં, પરંતુ દેશ 2031માં જ આ સિદ્ધિ હાંસલ કરી શકશે. દેશમાં 2060 સુધીમાં વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની ક્ષમતા છે.


રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ડેપ્યુટી ગવર્નર માઈકલ પાત્રાએ 9 જુલાઈના રોજ લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં આપેલા ભાષણમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું - મહત્વાકાંક્ષી લક્ષ્યોને હાંસલ કરવાના સંકલ્પને જોતાં, તે કલ્પના કરી શકાય છે કે ભારત આગામી દાયકામાં આગળ વધશે.

પાત્રાએ કહ્યું કે એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે જો ભારત આગામી 10 વર્ષમાં દર વર્ષે 9.6%ના દરે આર્થિક વૃદ્ધિ કરે છે, તો લોઅક મિડલ ક્લાસ આવકના જાળમાંથી બહાર નીકળીને વિકસિત દેશ બની શકે છે.

ડેપ્યુટી ગવર્નર માઈકલ પાત્રાએ કહ્યું કે મેક્રો ઈકોનોમિક પોલિસી અને નાણાકીય સ્થિરતા પણ ભારતીય રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણ માટે સકારાત્મક ટ્રેક પર છે.