વિશ્વભરમાં ટેક કંપનીઓ પર સાયબર હુમલાનો ખતરો વધ્યો છે. કંપની જેટલી મોટી, તેટલો મોટો ખતરો. ગયા વર્ષે ગૂગલે તેના એન્ડ્રોઇડ, ક્રોમ અને પ્લેમાં 2,900 સુરક્ષા ખામીઓને ઓળખીને તેને દુર કરી હતી. આ માટે, ગૂગલે તેની ઇન-હાઉસ ટીમ સિવાય વલ્નરેબિલિટી રિવોર્ડ પોગ્રામ (VRP) હેઠળ રૂ. 4.97 કરોડ આ પ્રોગ્રામ્સ દ્વારા એથિકલ હેકર્સને કંપનીઓના સોફ્ટવેરની સુરક્ષા માટે બગ્સ અથવા ભૂલો શોધવા માટે આપ્યા હતા.
જેમ જેમ સાયબર હુમલાનો ખતરો વધી રહ્યો છે, તેમ ટેક કંપનીઓમાં પણ આવા એથિકલ હેકર્સની માંગ વધી રહી છે. રશિયન સાયબર સિક્યોરિટી કંપની કેસ્પરસ્કી અનુસાર, 2022માં ત્રિમાસિક ગાળામાં ઇન્ડસ્ટ્રિય સેક્ટરના કમ્પુટરોમાં સૌથી વધુ સાયબર હુમલા થયા હતા. આ સમયે ભારતમાં લગભગ 27% કમ્પુટર પ્રભાવિત થયા હતા. સાયબર હુમલામાં દુર્ભાગ્યપૂર્ણ સ્ક્રિપ્ટ અને ફિશિંગ પેજ વગેરેનો ઉપયોગ થયા છે.