શુક્રવારે વેસ્ટ ઇન્ડિઝ સામે અમદાવાદ ટેસ્ટમાં ત્રણ ભારતીય બેટ્સમેન- કેએલ રાહુલ, ધ્રુવ જુરેલ અને રવીન્દ્ર જાડેજા- એ સદી ફટકારી. ત્રણેયે પોતાની સદીની ઉજવણી અનોખી રીતે કરી. રાહુલે સીટી વગાડી, જાડેજાએ પોતાનું બેટ તલવારની જેમ ફેરવ્યું, અને ધ્રુવ જુરેલે સેનામાં ફરજ બજાવતા તેના પિતાને આર્મી શૈલીમાં સલામ કરી.
બીજા દિવસની રમતના અંતે ભારતે 5 વિકેટ ગુમાવીને 448 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝની ટીમે પ્રથમ ઇનિંગમાં 162 રનમાં ઓલઆઉટ થઈ જતાં ટીમ પર 286 રનની લીડ મેળવી હતી.
ધ્રુવ જુરેલે 71મી ઓવરમાં ભારતીય ઇનિંગ્સનો પહેલો સિક્સર ફટકાર્યો. રોસ્ટન ચેઝના બેક-ઓફ-એ-લેન્થ બોલ પર તે બેકફૂટ પર ગયો અને મિડવિકેટ પર શાનદાર સિક્સર ફટકારી.