Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

નવલી નવરાત્રિનો આજે પાંચમો દિવસે સમગ્ર રાજ્યમાં ક્લબ, પાર્ટી પ્લોટ, શેરી ગરબા સહિત વિવિધ જગ્યાઓ પર ગરબા રમવા ખેલૈયાઓ પહોંચી ગયા હતા, ત્યારે ગાંધીનગરમાં સફેદ પરિંદે પ્રીમિયમ ગરબામાં સફેદ પરિંદેમાં મારે કપડા મેચિંગ કરવા છે, રસિયો રૂપાળો રંગ રેલિયો ગીત પર ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા. અમદાવાદના SG હાઈવે પર ટ્રાફિકજામ સર્જાતા વાહનોની લાંબી લાઈનો લાગી હતી અને ખેલૈયાઓ અટવાયા હતા. રાજકોટના MGM ગરબામાં ખેલૈયાઓ રંગ રસિયા ગીત પર ગરબે ઘૂમ્યા હતા.


જ્યારે સુરતમાં ગુજરાતી એક્ટર અને એક્ટ્રેસનો જમાવડો જોવા મળ્યો હતો. ગુજરાતી ફિલ્મ ચણિયા ટોળીના પ્રમોશન માટે યશ સોની અને હિના જયકિશન ઓજી નવરાત્રિ ગ્રાઉન્ડ પહોચ્યા હતા. આ ઉપરાંત ઝમકુડી રે ઝમકુડી સોન્ગની એક્ટ્રેસ રિયા સુબોધે સ્ટેજ પર ધમાલ મચાવી હતી. જોકે, આ નવરાત્રિમાં ગુજ્જુ સાથે બોલિવૂડ અભિનેતાઓ પણ ધમાલ મચાવી રહ્યા છે.

અમદાવાદમાં SG હાઇવે પરના મોટાભાગના પાર્ટી પ્લોટ ખેલૈયાઓથી ભરાઈ ગયા હતા, જ્યાં પ્રવેશ માટે લાંબી લાઇનો જોવા મળી હતી. જોકે, ગરબાના આ ઉત્સાહને કારણે ભારે ટ્રાફિક જામ થયો હતો, જેના લીધે ઇસ્કોન બ્રિજ પાર કરવામાં જ ખેલૈયાઓને 40 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. ગરબામાં બ્રેક પડતાં ખેલૈયાઓએ સ્ટારબક્સની કોફી, પિઝા અને અન્ય વાનગીઓનો નાસ્તો કરીને થાક ઉતાર્યો હતો. આ ઉપરાંત, સોલા ભાગવત જંક્શન પાસે 'નવશક્તિ નવરાત્રિ'માં માત્ર પરંપરાગત ગીતો પર જ વોકલ અને સાંસ્કૃતિક ગરબાનું આયોજન થયું હતું.