પૂર્વ ભારતીય બેટ્સમેન વિનોદ કાંબલીનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આમાં બે લોકો તેમને ટેકો આપીને ચાલવામાં મદદ કરતા જોવા મળી રહ્યા છે. કાંબલી 52 વર્ષના છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમની તબિયત ઘણી ખરાબ છે.
રિપોર્ટ અનુસાર, કાંબલી હાર્ટ સંબંધિત સમસ્યાઓ સિવાય ડિપ્રેશનથી પીડિત છે. દવાઓ પર છે. તેમને નિયમિત હોસ્પિટલમાં જવું પડે છે.
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે કાંબલી એક બાઇક પાસે ઊભા છે. થોડા સમય પછી તેઓ લથડવા લાગે છે. એક વ્યક્તિ આગળ વધીને તેમને સપોર્ટ આપે છે. કાંબલી ઈશારો કરીને અન્ય એક-બે લોકોને બોલાવે છે. બધા તેમને પકડીને લઈ જાય છે.