પોલીસ મહિલાઓની મદદ કરશે એવી વાતો સ્લોગનોમાં સારી લાગે છે, પરંતુ હકીકત કંઇક અલગ છે. અમદાવાદ શહેરમાં જીવનસાથી ડોટકોમ પરથી સંપર્કમાં આવેલા આરવ પટેલ નામના યુવકે એક દિવ્યાંગ યુવતી પાસેથી લગ્નની લાલચ આપી 83 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ યુવતીની 25 લાખથી વધુની ફરિયાદ હોવાથી પોલીસ કમિશનર કચેરીએથી એની મંજૂરી મળી ન હતી, જેથી પોલીસ કમિશનર કચેરીએ પહોંચીને રીડર પીઆઇ સામે આપવીતી કહેતાં ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.
મંગળવારની બપોરના સમયે કમિશનર કચેરીમાં એક દિવ્યાંગ યુવતી પોક મૂકીને રડી અને તેને ગળે ડૂમો ભરાઇ ગયો હતો. આ સમયે હાજર પોલીસ કમિશનર અરજદારોને સાંભળી રહ્યા હતા, પરંતુ તેમને બહાર જવાનું હોવાથી અન્ય અરજદારોને રીડર પીઆઇને સાંભળવાના આદેશ આપ્યો હતો.
યુવતીની વાતથી ભલભલાનું હૃદય પીગળી જાય, પણ પોલીસનું નહીં આ દરમિયાન દિવ્યાંગ પીડિતાની આપવીતી સાંભળી ભલભલાનું હૃદય પીગળી જાય એમ હતું. એમ છતાં કહેવાય છે ને પોલીસનું દિલ ન હોય તેએકહેવત અહીં સાચી પડી એવી સ્થિતિ હતી. આખરે આ રજૂઆત સાંભળ્યા બાદ પણ 25 લાખથી વધુની ઠગાઇવાળા કિસ્સામાં પોલીસ કમિશનરની મંજૂરીની મહોર લાગવાની બાકી હોવાથી તેણે બુધવારે સવારે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આખરે ગુરુવારે મોડીસાંજે મંજૂરી મળતાં ગુનો દાખલ થયો હતો.
કાલુપુર પોલીસ સ્ટે.ધક્કા ખાઈને કંટાળી, અંતે કમિશનર ઓફિસ પહોંચી રાજ્ય સરકાર ગમે તેવા બણગા ફૂંકે કે એક ટેરવે ફરિયાદ થઇ જશે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઇક અલગ છે એ નકારી શકાય એમ નથી. દિવ્યાંગ યુવતી પણ પોતાની ફરિયાદ દાખલ કરાવવા માટે કાલુપુર પોલીસ સ્ટેશનના ધક્કા ખાઇને થાકી ગયા બાદ આખરે 25 લાખથી વધુ ઓન લાઇન ટ્રાન્સફર કર્યા હતા, એમ છતાં તેને પોલીસ કમિશનર કચેરીમાં તેની રજૂઆત કરવા આવવાની ફરજ પડી હતી. આ અગાઉ નારણપુરાની એક યુવતીને તેની ફરિયાદ માટે મુખ્યમંત્રીને મળવાની ફરજ પડી હતી.