Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં મારામારીની ઘટનામાં સગીરના વાળ ખેંચીને તેની સાથે અમાનુષી અત્યાચાર કર્યાનો એક મહિના પહેલાનો વીડિયો વાઈરલ થયા બાદ આ મામલે ભોગ બનનારના દાદીએ ACP, PI, PSI સહિત 4 વિરૂદ્ધ પોલીસ કમિશનરને અરજી કરતાં ખડભળાટ મચી ગયો છે. આ અરજીમાં સજીરને તાલિબાની સજા આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેથી જવાબદાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ મુક્ત કરવા ભોગ બનનારના દાદી દ્વારા માગણી કરવામાં આવી છે, ત્યારે પ્રાથમિક તપાસ બાદ પોલીસ કમિશનર દ્વારા બે કોન્સ્ટેબલની બદલી કરી દેવામાં આવી છે.

વાઇરલ વીડિયો અને ભોગ બનનાર સગીરના દાદીની શબ્દશઃ અરજી પ્રમાણે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાને ભોગ બનનારના દાદીએ પશ્ચિમ ગાંધીગ્રામ ઝોનના ACP રાધીકા ભારાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર સેજલ મેઘાણી, ડી સ્ટાફના PSI એમ.વી. જાડેજા, પોલીસ સ્ટાફ શૈલેષ કિશોરભાઈ ચૌહાણ અને મદદગારી કરનાર પોલીસ સ્ટાફ તેમજ તપાસમાં ખુલતા તમામ શખસો વિરૂદ્ધ અરજી કરવામાં આવી છે, ત્યારે વાઇરલ વીડિયો અને ભોગ બનનાર સગીરના દાદીની શબ્દશઃ અરજી પ્રમાણે... ગત તા. 31/8/2025 ના રાત્રે 10 વાગ્યે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં એક મારામારીનો બનાવ બન્યો હતો. જેની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા તા.1/9/2025 ના રોજ દાખલ થઈ હતી.

જેમાં ગાંધીગ્રામ પોલીસ દ્વારા ભોગ બનનાર સગીર સહિત 5ની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં તા. 1/9/2025ના રોજ અન્ય આરોપી સહિત ભોગ બનનાર સગીરને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના રૂમમાં લઈ જવામાં આવ્યો હતો. તે વખતે ACP રાધિકા ભારાઈ સામા મળ્યા હતા અને કહ્યું હતું કે, 'આની હિરોગીરી કાઢો અને જે હેરસ્ટાઈલ કરીને આવ્યો છે એ ખેંચી ખેંચીને કાઢો અને ઠોકો સાલાને'.