Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

યુક્રેનમાં આર્મ્ડ ફોર્સિસ ડે પહેલાં રશિયાએ શનિવારે મોટા પાયે હવાઈ હુમલો કર્યો. યુક્રેન એરફોર્સ મુજબ રશિયાએ 29 ઠેકાણાં પર 653 ડ્રોન અને 51 મિસાઈલ હુમલા કર્યા. આમાંથી 585 ડ્રોન અને 30 મિસાઈલ તોડી પાડવામાં આવી. દેશભરમાં 8 લોકો ઘાયલ થયા.


કેટલાક ઊર્જા સ્ટેશનો અને રેલવે માળખાને નુકસાન થયું. ઝાપોરિઝ્ઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ થોડા સમય માટે ઓફ-સાઇટ પાવરથી કપાઈ ગયો, જોકે રિએક્ટર બંધ હોવાને કારણે કોઈ મોટુ જોખમ થયું નહીં. રશિયાએ પણ યુક્રેન પર હવાઈ હુમલા કરવાનો આરોપ લગાવ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયાએ યુક્રેન પરના હુમલા દરમિયાન ભૂલથી યુક્રેનિયન સરહદથી લગભગ 40 કિમી દૂર આવેલા પોતાના શહેર બેલ્ગોરોડ પર FAB-1000 હાઇ-એક્સપ્લોસિવ બોમ્બ ઝીંકી દીધો હતો. જોકે, આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

આ બોમ્બનું વજન આશરે 1,000 કિલોગ્રામ હતું. તે સંપૂર્ણપણે ફૂટ્યો ન હતો, પરંતુ તેનાથી જમીન પર મોટો ધડાકો થયો હતો, જેનાથી એક મોટો ખાડો પડી ગયો હતો.